અદિતી રાવ હૈદરી જન્મદિવસ : રાજઘરાના સાથે છે સંબંધ, હૈદરાબાદના શાહી પરિવારમાં થયો છે જન્મ-જુઓ Photo
અદિતિ રાવ હૈદરી હૈદરાબાદના શાહી પરિવારમાં જન્મી છે અને આજે તે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રી અકબર હૈદરીની પૌત્રી છે, તેમજ આસામના ભૂતપૂર્વ ગવર્નર મોહમ્મદ સાલેહ અકબર હૈદરીની ભત્રીજી છે. ચાલો તેમના જન્મદિવસ નિમિત્તે તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણીએ. અને તેના શાહી પરિવાર વિશે જાણીએ.
1 / 5
બોલિવુડમાં આપણે અનેક અભિનેત્રીઓને રાજકુમારી અને રાણીનું પાત્ર નિભાવતા તો જોઈ છે, પરંતુ ખુબ ઓછા લોકોને ખબર હશે કે,એક એવી અભિનેત્રી છે જે માત્ર ફિલ્મોમાં આ પાત્ર નિભાવતી નથી પરંતુ રિયલ લાઈફમાં પણ રાજકુમારી છે. તો આજે અમે વાત કરી રહ્યા છે પધ્માવતમાં મેહરુનિસાનું પાત્ર નિભાવનારી અદિતિ રાવ હૈદરી જે રિયલ લાઈફમાં પણ રાની છે.
2 / 5
અદિતિ રાવ હૈદરી હૈદરાબાદના શાહી પરિવારમાં જન્મી છે અને આજે તે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રી અકબર હૈદરીની પૌત્રી છે, તેમજ આસામના ભૂતપૂર્વ ગવર્નર મોહમ્મદ સાલેહ અકબર હૈદરીની ભત્રીજી છે. ચાલો તેમના જન્મદિવસ નિમિત્તે તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણીએ. અને તેના શાહી પરિવાર વિશે જાણીએ.
3 / 5
અદિતિ રાવ હૈદરીનો જન્મ 28 ઓક્ટોબર 1978ના રોજ હૈદરાબાદના તેલગણામાં થયો છે. અદિતિ, અકબર હૈદરીની પૌત્રી તેમજ આસામના ભૂતપૂર્વ ગવર્નર મોહમ્મદ સાલેહ અકબર હૈદરીની ભત્રીજી શાહી પરિવારોની છે. અદિતિના પરદાદા અકબર હૈદરી 1869 થી 1941 સુધી હૈદરાબાદના વડાપ્રધાન હતા. આ સિવાય મોહમ્મદ સાલેહ અકબર હૈદરી અદિતિના કાકા છે જે આસામના ભૂતપૂર્વ ગવર્નર રહી ચૂક્યા છે.
4 / 5
અદિતિના દાદા રાજા જે. રામેશ્વર રાવ તેલંગાણામાં વાનપર્થી પર શાસન કરતા હતા અને હૈદરાબાદના જાણીતા શિક્ષણશાસ્ત્રી શાંતા રામેશ્વર રાવ ઓરિએન્ટ બ્લેકસ્વાન પબ્લિશિંગ હાઉસના અધ્યક્ષ હતા. તેમના પિતાનું નામ એહસાન હૈદરી અને માતાનું નામ વિદ્યા રાવ છે. જેઓ તે સમયના ઠુમરી અને દાદરા રાગના પ્રખ્યાત ગાયિકા હતા. જ્યારે અદિતિના પિતા મુસ્લિમ હતા, જ્યારે તેની માતા હિન્દુ પરિવારની હતી.
5 / 5
અદિતિએ 2006માં આવેલી મલયાલમ ફિલ્મ પ્રજાપતિથી ડેબ્યુ કર્યું હતુ.બોલિવુડમાં મોટાભાગે સપોર્ટિંગ પાત્રમાં જોવા મળી છે. તેની મુખ્ય ફિલ્મમાં રોકસ્ટાર, મર્ડર 3, વજીર અને પદ્માવત સામેલ છે.
Published On - 9:58 am, Sat, 28 October 23