Raksha Bandhan 2023 : ભાઈને નહીં બહેનને રાખડી બાંધીને આ અભિનેત્રીઓ ઉજવે છે રક્ષાબંધન, ભાઈની જેમ કરે છે એકબીજાની રક્ષા
Raksha Bandhan 2023 : રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેન માટે ખાસ હોય છે. દર વર્ષે બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધીને રક્ષા માટેનો સંકલ્પ લે છે. બોલિવૂડમાં કેટલીક અભિનેત્રી અનોખી રીતે રક્ષાબંધન ઉજવતી હોય છે. દર વર્ષે આ અભિનેત્રીઓ પોતાની બહેનોને જ રાખડી બાંધે છે.
ઝરીન ખાનને પણ પોતાનો કોઈ ભાઈ નથી, તેથી તે તેની નાની બહેન સાથે રક્ષાબંધન ઉજવે છે. પોસ્ટ શેર કરતી વખતે ઝરીને લખ્યું હતું કે અમારો કોઈ ભાઈ નથી, માત્ર અમે બે બહેનો છીએ.
5 / 5
અભિનેત્રી Taapsee Pannu તેની બહેન શગુન પન્નુની ખૂબ જ નજીક છે. આ બંને એકબીજા સાથે પડછાયાની જેમ રહે છે.
Taapsee Pannu પણ પોતાની બહેન શગુન પન્નુ સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે.