Happy Birthday Kiara Advani: જે લોકો કિયારા અડવાણીને મળવા પણ તૈયાર ન હતા, તેઓ હવે તેમને સ્ક્રિપ્ટ ઓફર કરી રહ્યા છે

|

Jul 31, 2022 | 9:51 AM

કિયારા અડવાણી આજે બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં દબદબો ધરાવે છે. એક સમય એવો હતો જ્યારે તેની પ્રથમ ફિલ્મ ફ્લોપ રહી હતી અને તે પછી તેને ફિલ્મો મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ સમય પસાર થતો ગયો અને આજે તે બોલિવૂડની લગભગ મોટી ફિલ્મોમાં કામ કરી રહી છે.

1 / 8
કિયારાની પહેલી ફિલ્મ 'ફગલી' બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. જો કે, આ ફિલ્મમાં કિયારાના લુક અને તેના અભિનયની વિવેચકોએ ખૂબ પ્રશંસા કરી હતી, જેનો ઉલ્લેખ કિયારાએ ઘણા ઇન્ટરવ્યુમાં પણ કર્યો છે. પરંતુ આજે તે બોલિવૂડની સ્ટાર અભિનેત્રી છે.

2 / 8
કિયારા અડવાણીનો જન્મ 31 જુલાઈ 1992ના રોજ લખનઉમાં થયો હતો. તે આજે પોતાનો 30મો જન્મદિવસ મનાવી રહી છે. તેના પિતાનું નામ જગદીપ અડવાણી છે જે એક સિંધુ હિંદુ બિઝનેસમેન છે

3 / 8
કિયારા અડવાણીનું સાચું નામ આલિયા અડવાણી છે. જેને પ્રથમ ફિલ્મના રિલીઝ વખતે નામ બદલી કિયારા કર્યું છે. કિયારાએ કેટલીક વખત એવું પણ કહ્યું કે, સલમાન ખાને તેને નામ બદલવાની સલાહ આપી હતી.

4 / 8
કિયારા અડવાણી દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના બાળપણની મિત્ર છે. કિયારાને ફિલ્મોમાં કામ મળી રહ્યું ન હતુ ત્યારે તેણે એક્ટિંગ શીખવા માટે અનુપમ ખેરની એક્ટિંગ સ્કુલમાંથી એક્ટિંગ શીખી હતી.

5 / 8
કબીર સિંહની સફળતા પછી કિયારા અડવાણીનું કરિયળ સફળતા પર ગયું જે લોકો પહેલા કિયારા અડવાણીને મળવા માટે પણ તૈયાર ન હતા તે લોકો આજે કિયારાને સ્કિપ્ટ સંભળાવવા માટે લાઈનમાં ઉભા છે. આ વાતનો ઉલ્લેખ તેણે અનેક ઈન્ટરવ્યુમાં કર્યો છે.

6 / 8
કિયારા અડવાણીને અત્યારસુધી બોલિવુડમાં અનેક હિટ ફિલ્મો આપી છે. જેમાં કબીર સિંહ અને શેરશાહ	 જેવી ફિલ્મો સામેલ છે. હાલમાં તે મોટા પડદાની ફિલ્મો કરી રહી છે.  આ તમામની ક્રેડિટ તેના માતા-પિતાને આપે છે.

7 / 8
સોશિયલ મીડિયા પર લોકોએ કિયારા અડવાણીને ઘણી ટ્રોલ કરી છે, પરંતુ તેણે ક્યારેય આ રીતે જવાબ આપ્યો નથી. એક ઘટનાનો ઉલ્લેખ કરતા કિયારાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એકવાર તેને મીટિંગમાં જવામાં મોડું થઈ રહ્યું હતું અને ખબર ન પડી કે ક્યાંથી ફોટોગ્રાફર્સ ત્યાં પહોંચી ગયા અને કિયારાને ફોટો પડાવવા માટે કહ્યું પરંતુ એક  ઈશારો કરીને કિયારા ત્યાંથી નીકળી ગઈ.  આ પછી, જ્યારે તેણે સવારે સમાચાર વાંચ્યા, ત્યારે તેણે જોયું કે તેના વિશે લખ્યું હતું કે 'ફોટો પણ નથી આપી શકતા, લોકોએ તેને ધંમડી કહી હતી. તેને આ વાતનું ઘણું ખરાબ લાગ્યું.

8 / 8
કિયારાનો ગ્રાફ નીચેથી ઉપર સુધી ગયો છે. એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કરતા કિયારાએ કહ્યું કે સ્કૂલમાં પણ મારા નંબર આ જ રીતે વધતા હતા. કિયારાનું નામ આ દિવસોમાં તેના કો-સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોડાઈ રહ્યું છે. જોકે બંનેએ આ સમાચાર પર મૌન સેવી લીધું છે.

Next Photo Gallery