કલાકો સુધી ચેન્નાઈના પૂરમાં ફસાયો આમિર ખાન, આ લોકોએ બચાવ્યો જીવ !
મિચૌંગ વાવાઝોડાને કારણે ચેન્નાઈમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. છેલ્લા 2 દિવસથી મૂસળધાર વરસાદને કારણે ચેન્નાઈ શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતુ. સામાન્ય લોકોની જેમ 2 અભિનેતા પર ચેન્નાઈના પૂરમાં ફસાયેલા જોવા મળ્યા હતા.
1 / 5
તમિલ ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા વિષ્ણુ વિશાલ અને બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન ચક્રવાત મિચોંગના કારણે પૂરના પાણીમાં વધારો થવાને કારણે ચેન્નાઈના કરપાક્કમમાં ફસાયા હતા.
2 / 5
વિષ્ણુ વિશાલ સાથેની તસવીરમાં આમિર ખાનને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વિચારી રહ્યા છે કે આવા સમયે બોલિવૂડનો સુપરસ્ટાર ચેન્નાઈમાં શું કરી રહ્યો છે?
3 / 5
તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં આમિર ખાન પોતાની બીમાર માતા ઝીનત હુસૈનની સારવાર માટે મુંબઈથી અસ્થાયી રૂપે ચેન્નાઈ આવ્યો છે અને તે પણ પૂરમાં ફસાઈ ગયો છે. ઝીનતને થોડા મહિના પહેલા હાર્ટ એટેક આવ્યો હતો અને ચેન્નાઈમાં તેની સારવાર ચાલી રહી છે.
4 / 5
થોડા સમય પહેલા વિષ્ણુ વિશાલે એક ટ્વીટ શેર કરીને ખુલાસો કર્યો હતો કે તેમના ઘરમાં પણ પૂરનું પાણી ઘૂસી ગયું છે અને તેના કારણે તેમણે ઘરમાં વીજળી અને કનેક્ટિવિટી ન હોવાની વાત જણાવીને પોતાની સમસ્યા જણાવી હતી. સરકાર પાસે મદદ માંગતી વખતે, તેમણે તેમના વિસ્તારમાં પાણીના સ્તરમાં વધારો અને તે કેવી રીતે અટવાયા તે પણ જણાવ્યું હતું.
5 / 5
તસવીરો શેર કરતા વિશાલે લખ્યું, 'અમારા જેવા લોકો જે ફસાયેલા છે તેમની મદદ કરવા માટે ફાયર અને રેસ્ક્યૂ વિભાગનો આભાર. કારાપક્કમમાં બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્રણ બોટ પહેલેથી જ કાર્યરત છે. આવા મુશ્કેલ સમયમાં TN સરકાર દ્વારા સેવાનું કાર્ય. તમામ વહીવટી લોકો જે સતત કામ કરી રહ્યા છે. આભાર.'