
પઠાણ શુક્રવારના બદલે બુધવારે એટલે કે 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ રીતે ફિલ્મને લોંગ વીકેન્ડ મળશે. બીજી તરફ ભારતમાં પઠાણનું એડવાન્સ બુકિંગ 20 જાન્યુઆરીથી શરૂ થશે.

પઠાણ સાથેની બીજી એક રસપ્રદ વાત એ છે કે તેનું શૂટિંગ સાઈબેરિયાના બૈકલ તળાવમાં થયું છે. ફિલ્મના વિઝ્યુઅલ રીતે ટ્રીટ કરવામાં આવ્યા છે. જેની ઝલક ટ્રેલરમાં પણ જોવા મળે છે.

વિદેશમાં પઠાણના એડવાન્સ બુકિંગે રેકોર્ડ બનાવ્યો છે. UAE, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પઠાણને લઈને ઘણો ઉત્સાહ છે. UAEમાં પઠાણે પોતાની જ ફિલ્મ 'રઈસ'નો રેકોર્ડ તોડ્યો છે.

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ હિન્દી, તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થઈ રહી છે. આવી સ્થિતિમાં શાહરૂખ ખાને સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને અન્ય લોકોને સાઉથની ભાષાઓમાં પોતાની ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવા કહ્યું છે.