મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ગુજરાતમાં 12થી 14 વર્ષના કિશોર માટેના રસીકરણનો કરાવ્યો પ્રારંભ
રાજ્યમાં બે હજારથી વધુ રસીકરણ કેન્દ્રો પરથી 2500થી વધુ વેક્સિનેટર્સ વેક્સિનેશન કામગીરી હાથ ધરશે. આ રસીકરણ માટે હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, PHC, CHC અને શાળાઓમાં પણ અલાયદું આયોજન કરવામાં આવ્યું છે.
1 / 5
રાજ્યમાં આજથી 12થી 14 વર્ષની વચ્ચેના બાળકોને કોરોના રસી આપવાનો પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના ગાંધીનગરની બોરીજ પ્રાથમિક શાળાએ ઉપસ્થિત રહી રસીકરણની શરુઆત કરાવી.
2 / 5
મુખ્યપ્રધાને આરોગ્ય કેન્દ્રમાં રસીકરણની તમામ કામગીરીનું નીરિક્ષણ કર્યું હતુ. રાજ્યમાં આજથી 22 લાખ 63 હજાર બાળકોને સંપૂર્ણ સ્વદેશી કોરોના રસીનું કવચ અપાશે.
3 / 5
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બોરીજ પ્રાથમિક શાળામાં આ વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા બાળકો સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
4 / 5
મુખ્યપ્રધાને ભૂપેન્દ્ર પટેલે આ વેક્સિનેશન કામગીરીમાં સેવા આપી રહેલા આરોગ્ય કર્મીઓની સાથે પણ વાતચીત કરી હતી. તેમણે ડોઝ અંગેની વિગતો મેળવી હતી અને આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.
5 / 5
આ રસીકરણ માટે હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, PHC, CHC અને શાળાઓમાં પણ અલાયદું આયોજન કરવામાં આવ્યું છે.