
જયા કિશોરી સાથે લગ્નની અફવાઓ પર પ્રતિક્રિયા આપતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તેને ખોટી ગણાવી હતી અને કહ્યું, આ વાત ખોટી છે. અમને એવી કોઈ લાગણી નથી. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમના દૈવી દરબારના કારણે અનેક વાર ચર્ચામાં આવ્યા છે. કેટલાક તેમની ટીકા પણ કરી રહ્યા છે, તો કેટલાક તેમના કામની પ્રશંસા પણ કરી રહ્યા છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, જાદુગરો આવા કામ કરે છે. જોકે તેમને માનનારાઓની સંખ્યા લાખોમાં છે. હવે જયા કિશોરી સાથેના તેમના લગ્નના વાયરલ સમાચારે હલચલ મચાવી દીધી છે.

જયા કિશોરી સાથેના લગ્નના મામલે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું, 'અમે આ અફવાથી ખૂબ નારાજ હતા. અમે લેખિત નિવેદન પણ આપ્યું હતું કે, કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે પ્રસિદ્ધિ હોય ત્યારે બદનામી પણ સાથે આવે છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ માત્ર 26 વર્ષની વયે ઘણી ખ્યાતિ અને નામ મેળવ્યું છે. દેશ સિવાય વિદેશોમાં પણ તેમની ચર્ચા છે.