સાનંદ વર્મા (અનોખેલાલ સક્સેના, 'ભાભીજી ઘર પર હૈ') કહે છે, “હું લાંબા સમયથી પાળતુ પ્રાણીના પેરેન્ટ્સ છું અને ડોગીને પ્રેમ કરું છું. મારો પહેલો ડોગી જેક કાળો પોમેરેનિયન હતો. કમનસીબે, અમે તેને ગુમાવ્યો, પરંતુ તેણે મને કોઈ પણ સંજોગોમાં નિર્ભય રહેવાનો એક મહાન પાઠ શીખવ્યો. જેક પછી, અમે ડોનને ઘરે લાવ્યા, જે ખૂબ જ રમતિયાળ અને ખૂબ જ સારો રક્ષક છે. હું ઘરમાં પાલતુ પ્રાણીઓ વિના જીવનની કલ્પના પણ કરી શકતો નથી.