
આ કારની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એક બાઇક જેટલી છે. તેની લંબાઈ 2250 mm, પહોળાઈ 945 mm અને ઊંચાઈ 1560 mm છે. એવું કહી શકાય કે Wings EV Robin એક પ્રકારની બાઇક જેવડી કાર છે.

આ ઇલેક્ટ્રિક કારને સૌપ્રથમ એપ્રિલ 2025માં બેંગલુરુમાં લોન્ચ કરવામાં આવશે, ત્યારબાદ 2025ના અંત સુધીમાં તેને હૈદરાબાદ અને પુણે જેવા શહેરોમાં લોન્ચ કરવામાં આવશે.

આ માઇક્રો ઇલેક્ટ્રિક કારને 3 વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે, જેમાંથી સૌથી સસ્તું વેરિઅન્ટ સિંગલ ચાર્જ પર 65 કિમી સુધીની રેન્જ આપશે. મિડ અને ટોપ વેરિઅન્ટને સિંગલ ચાર્જ પર 90 કિમી સુધી દોડશે. તેની કિંમત અનુક્રમે રૂ. 2.50 લાખ અને રૂ. 3 લાખ હશે. (Image - wings)