
સસ્તા કવર ફોનને પ્રોટેક્ટ કરે છે? 100-200 વાળા કવર સ્થાનિક બજાર અથવા ઓનલાઈન વેબસાઇટ્સ પર સરળતાથી ઉપલબ્ધ હોય છે તે પ્લાસ્ટિક અથવા રબર મટિરિયલથી બનેલું છે. ડિઝાઇન સારી છે પણ તે ફોનને રક્ષણ ઓછું આપે છે. પડી જવાના કિસ્સામાં તે વધુ સલામતી પૂરી પાડી શકતું નથી. એટલું જ નહીં, તે ઝડપથી ઘસાઈ જાય છે અથવા તૂટી પણ જાય છે.

મોંઘા વરક ફોનને પ્રોટેક્ટ કરે છે? : 300થી 2000ના બ્રાન્ડેડ કંપનીઓ જેમ કે સ્પિજેન, રિંગકે, યુએજી, વગેરે કંપનીના કવર થોડો મોંઘા હોય છે પણ આ કવર મજબૂત અને ટકાઉ હોય છે. આ તમામ કવર TPU, સિલિકોન, હાઇબ્રિડ, શોકપ્રૂફ હોય છે. આ કવર થોડા મોંઘા જરુર હોય છે પણ તે ફોનને રક્ષણ આપે તેવા હોય છે.

ફોન કવરને કારણે મોબાઇલ પરફોર્મન્સ પર અસર પડે ? કેટલાક સસ્તા અને જાડા કવર ફોનની ગરમીને બહાર નીકળવા દેતા નથી, જેના કારણે ફોન ઝડપથી ગરમ થાય છે અને બેટરીને અસર થઈ શકે છે.

આ સાથે જો કવર ખૂબ જાડું હોય, તો વાયરલેસ ચાર્જિંગ યોગ્ય રીતે કામ કરતું નથી. તેથી, હંમેશા એવું કવર ખરીદો જે કંપનીના મતે વાયરલેસ ચાર્જિંગ સુસંગત હોય.