Chandrayaan 3 Launched New Photos : ચંદ્રયાન-3માં ઓનબોર્ડ કેમેરાથી આવુ દેખાયુ લોન્ચિંગ, જુઓ Photos
Chandrayaan 3 જ્યારે 14 જુલાઈએ લોન્ચ થયુ તૈયારે આખા દેશ તેને ટીવી પર ઈસરોના કેમેરાથી જોયુ . સોશિયલ મીડિયા પર શ્રી હરિકોટાની આસપાસના લોકોએ અપલોડ કરવામાં આવેલા વીડિયો પર લોકોએ જોયા. પણ હાલમાં સોશિયલ મીડિયા પર ચંદ્રયાન 3ના ઓનબોર્ડ કેમેરોના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
1 / 6
ચંદ્રયાન-3ના રોકેટ અને વ્હીકલમાં એવા કેમેરા લગાવવામાં આવ્યા છે, જે સમગ્ર પ્રવાસની તસવીરો લે છે. તેનો હેતુ કોઈપણ પ્રકારની ખલેલ પડે તો તેને રેકોર્ડ કરવાનો છે. આ તસવીર સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પર ઉભેલા રોકેટની છે.
2 / 6
લોન્ચનું કાઉન્ટડાઉન બંધ થાય છે અને રોકેટના એન્જિન ચાલુ થાય છે. તેમાંથી નીકળી આગ અને ધુમાડા આ ફોટોમાં જોઈ શકાય છે.
3 / 6
જેમ જેમ રોકેટ ઝડપ પકડે છે. તેના સ્ટ્રેપ-ઓન એન્જિનની આસપાસ હવાના દબાણથી સફેદ વર્તુળ રચાય છે. જ્યારે ફાઈટર જેટ સુપરસોનિક હોય ત્યારે આ ફોટોમાં દેખાય છે. જ્યારે ચંદ્રયાન-3 લગભગ 62.17 કિમીની ઊંચાઈએ પહોંચે છે, ત્યારે બંને સ્ટ્રેપ-ઓન અલગ થઈ જાય છે.
4 / 6
ચંદ્રયાન-3 ક્રાયોજેનિક એન્જિનની મદદથી અવકાશમાં પ્રવાસ કરી રહ્યું હતું. વાદળી પૃથ્વી અને કાળુ અવકાશ આ ફોટોનાં જોવા મળી રહ્યું છે.
5 / 6
114.80 કિમીની ઊંચાઈએ એટલે કે અવકાશમાં ગયા પછી, ચંદ્રયાન-3 પર અંડાકાર આવરણ દૂર કરવામાં આવે છે. તેને પેલોડ ફેરીંગ સેપરેશન કહેવામાં આવે છે.
6 / 6
ક્રાયોજેનિક એન્જિન 174.69 કિમીની ઊંચાઈએ બંધ થઈ જાય છે. તે ચંદ્રયાન-3થી અલગ થવાનું શરૂ કરે છે તે ચંદ્રયાન-3થી અલગ થવાનું શરૂ કરે છે. જેની તસવીર આ ફોટોમાં જોઈ શકાય છે. આ ચંદ્રયાન હાલમાં પૃથ્વીની ભ્રમણ કક્ષામાં લંબગોળાકાળ ચક્કર લગાવી રહ્યું છે.