Chandrayaan 3 Landing Photos: Yes, We Did It, ચંદ્ર પર પહોંચ્યું ચંદ્રયાન, 41 દિવસમાં રચ્યો ઈતિહાસ

|

Aug 23, 2023 | 6:35 PM

ISRO Chandrayaan 3 Landing News: 14 જુલાઈએ લોન્ચ થયેલા ચંદ્રયાન 3એ (Chandrayaan 3) આજે 23 ઓગસ્ટના દિવસે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યુ છે. ઈસરોના વૈજ્ઞાનિકો અને તમામ ભારતીયો આજે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે.

1 / 5
ઈસરોના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિગ કરતા જ ભારતે સ્વર્ણિમ ઈતિહાસ લખ્યો છે. આજે 23 ઓગસ્ટ, 2023ના દિવસે સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રયાન 3ના (Chandrayaan 3) વિક્રમ લેન્ડરે સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યુ છે. (Image: X(Twitter))

2 / 5
ચંદ્રના આ અજાણ્યા સાઉથ પોલ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ભારતનું ચંદ્રયાન 3 મિશન માનવજાતના ઈતિહાસનો સોનેરી સૂર્યોદય બની રહેશે. (Image: X(Twitter))

3 / 5
વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે લેન્ડર મોડ્યુલ ચંદ્રમાએ સોફ્ટ લેન્ડિંગ કર્યું. ચાર વર્ષમાં બીજા પ્રયાસમાં ઈસરોને આ સફળતા મળી છે. ચંદ્રયાન-3 એ ચંદ્રયાન-2 પછીનું મિશન છે. (Image: X(Twitter))

4 / 5
તેનો હેતુ ચંદ્ર પર મુસાફરી કરવાનો અને તે જગ્યાએ વૈજ્ઞાનિક પ્રયોગો કરવાનો છે. ચંદ્રયાન-3ને 14 જુલાઈએ લોન્ચ વ્હીકલ માર્ક-III (LVM3) રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની કુલ કિંમત 600 કરોડ રૂપિયા છે. (Image: X(Twitter))

5 / 5
ભારતના ચંદ્રયાન-3ની સૌથી મહત્વની વાત એ છે કે તે દક્ષિણ ધ્રુવ (સાઉથ પોલ) પર ઉતર્યું, જે અત્યાર સુધી કોઈ દેશ કરી શક્યું નથી. ઈસરોના આ પરાક્રમ પર પીએમ મોદીએ કહ્યું, અમે પૃથ્વી પર સંકલ્પ કર્યો અને ચંદ્ર પર તેને સાકાર કર્યો… ભારત હવે ચંદ્ર પર છે. (Image: X(Twitter))

Published On - 6:33 pm, Wed, 23 August 23

Next Photo Gallery