
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ મંગળવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરથી ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરની 3-D 'એનાગ્લિફ' ઈમેજ શેયર કરી છે.

આ ઈમેજ લાલ ચેનલની અંદર ડાબી ઈમેજ અને વાદળી અને લીલી ચેનલોમાં જમણી ઈમેજ બતાવે છે, જેના પરિણામે આકર્ષક વાદળી રંગ આવે છે.

સ્પેસ એજન્સીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, "અહીં પ્રસ્તુત એનાગ્લિફ નવકેમ સ્ટીરિયો ઈમેજનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, જેમાં પ્રજ્ઞાન રોવરમાંથી લેવામાં આવેલી ડાબી અને જમણી બાજુની ઈમેજનો સમાવેશ થાય છે.

ઈસરોએ કહ્યું કે જે કેમેરાથી આ ઈમેજ લેવામાં આવી હતી, તે કેમેરા પ્રજ્ઞાન રોવર પર હતો. એનાગ્લિફનો વાસ્તવમાં અર્થ થાય છે સ્ટીરીયો અથવા મલ્ટી-વ્યુ ઈમેજીસમાંથી 3-D માં ઑબ્જેક્ટ.

હાલમાં ચંદ્રયાન3નું લેન્ડર અને રોવર સ્લીપ મોડ પર છે. 22 સપ્ટેમ્બરે સૂર્યોદય સાથે આ બંને ફરી કાર્યરત થાય તેવી ઈસરોને આશા છે.