પૃથ્વીની ચોથી ભ્રમણ કક્ષામાં Chandrayaan 3એ સફળતાપૂર્વક કર્યો પ્રવેશ, જાણો ક્યારે પહોંચશે ચંદ્રની કક્ષામાં

|

Jul 21, 2023 | 8:16 AM

Chandrayaan-3 Latest Update : 14 જુલાઈ, 2023ના દિવસે ઈસરોએ ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લોન્ચ કર્યુ હતુ. હાલમાં આ ચંદ્રયાન 3એ 3 કક્ષઓ ફરીને ચોથી કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે. અવકાશમાંથી તેના કેટલાક ફોટોસ પણ સામે આવ્યા છે.

1 / 5
20 જુલાઈના દિવસે ચંદ્રયાનને લઈને મોટી ખુશખબર સામે આવી હતી. ત્રણ કક્ષાઓના ચક્કર લગાવી ચૂકેલા ચંદ્રયાન 3ના એન્જિનને ફરી સ્ટાર્ટ કરીને તેણે પૃથ્વીની ચોથી ભ્રમણ કક્ષામાં  સફળતાપૂર્વક મોકલવામાં આવ્યુ છે. પહેવા આવનારા 5 દિવસોમાં ચંદ્રયાન 3 પૃથ્વીની ચોથી કક્ષામાં એક ચક્કર પૂરુ કરશે.

2 / 5
 25 જુલાઈ, 2023ના દિવસે ચંદ્રયાન 3ને પાંચમી કક્ષામાં મોકલવા માટે ફરી એન્જિન સ્ટાર્ટ કરવામાં આવશે. હાલમાં ચંદ્રયાન પૃથ્વીની ગતિ અને ગુરુત્વાકક્ષણનો ઉપયોગ કરીને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં ચક્કર લગાવી રહ્યું છે.

3 / 5
જણાવી દઈએ કે લગભગ 42 દિવસ અવકાશી રુટમાંથી પસાર થઈને ચંદ્રયાન 3 23 ઓગસ્ટની સાંજે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

4 / 5
પૃથ્વીની કક્ષામાં ચંદ્રયાન 3 લગભગ 21 દિવસ ચક્કર લગાવશે. ત્યાર બાદ તે પૃથ્વી-ચંદ્ર વચ્ચેના ટ્રાન્ઝિશન પથ પર જશે. બેંગ્લોરના કંટ્રોલ રુમથી ટ્રાન્સ લૂનર ઈન્જેક્શનની પ્રક્રિયા થશે. 5 ઓગસ્ટના દિવસે ચંદ્રયાન 3 ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. લગભગ 18 દિવસ ચંદ્રની કક્ષામાં ભ્રમણ કર્યા બાદ ચંદ્રયાન 3, 19માં દિવસે લેન્ડિગ કરશે.

5 / 5
ઇટાલીના મેન્સિયાનોમાં વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટે ચંદ્રયાન 3ની કેટલીક તસવીરો લીધી હતી.જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Published On - 7:19 am, Fri, 21 July 23

Next Photo Gallery