Knowledge: આ છે એક અનોખો તહેવાર, જેમાં આ કારણે ‘છોકરીઓ’ બનીને મંદિરે જાય છે છોકરાઓ

કોટ્ટનકુલંગર શ્રી દેવી મંદિરમાં દર વર્ષે ચમયાવિલક્કુ તહેવારનું આયોજન કરવામાં આવે છે. જેમાં છોકરાઓ, છોકરીઓની જેમ પોશાક પહેરીને આ મંદિરમાં આવે છે. આવું શા માટે કરવામાં આવે છે તેની પાછળની એક કથા પણ જોડાયેલી છે. તો જાણો આ કથા...

| Edited By: | Updated on: Apr 06, 2022 | 3:03 PM
4 / 5
આ પ્રસિદ્ધ મંદિર કેરળનું એકમાત્ર એવું મંદિર છે કે, જેમાં ગર્ભગૃહની છત નથી. જ્યારે છોકરાઓ તૈયાર થાય છે, ત્યારે તેઓ મેકઅપ કરે છે અને જ્વેલરી પહેરે છે. આ પરંપરા માટે, છોકરાઓના ઘરના સાથી અથવા મંદિરમાં હાજર મેક-અપ પુરુષો તેમનો મેક-અપ કરે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી છોકરાઓને જલ્દી નોકરી મળે છે અને ધન અને વૈભવ પ્રાપ્ત થાય છે.

5 / 5
તેઓ આવું કેમ કરે છે? - ​​વાંચો તેની સાથે જોડાયેલી કથા-એક લોકવાર્તા અનુસાર, એકવાર કેટલાક ભરવાડોએ જંગલમાં મળેલા પથ્થર પર નાળિયેર મારીને તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ પથ્થરમાંથી લોહીના ટીપાં ટપકવા લાગ્યા. તેઓ ડરી ગયા અને ગામલોકોને કહ્યું. જ્યારે જ્યોતિષીઓને બોલાવવામાં આવ્યા ત્યારે તેઓએ કહ્યું કે, પથ્થરમાં વનદુર્ગાની અલૌકિક શક્તિઓ છે અને મંદિરના નિર્માણ પછી તરત જ પૂજા શરૂ કરવી જોઈએ. આ પછી ગામલોકોએ તે જગ્યાએ મંદિર બનાવ્યું. જે ભરવાડોને નારિયેળ મળ્યું હતું, તેમને મહિલાઓનું રૂપ ધારણ કરીને મંદિરમાં પૂજા-અર્ચના કરી, આ રીતે આ પરંપરા શરૂ થઈ.