
વર્ષ 2022માં પણ તેમના સંબંધોમાં મતભેદ હોવાના અહેવાલો આવ્યા હતા. ત્યારબાદ ધનશ્રી વર્માએ 'ચહલ' અટક હટાવી દીધી હતી. જો કે, થોડા સમય પછી બંનેએ પોસ્ટ કર્યું કે બધું બરાબર છે. ધનશ્રી વર્મા વ્યવસાયે કોરિયોગ્રાફર છે. એકલા ઈન્સ્ટાગ્રામ પર ધનશ્રી વર્માના 62 લાખથી વધુ ફોલોઅર્સ છે.

લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ 22 ડિસેમ્બર 2020 ના રોજ લગ્ન કર્યા. ચહલ ટી-20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમનો ભાગ હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. ચહલ IPL 2025માં પંજાબ કિંગ્સ તરફથી રમશે. પંજાબ કિંગ્સે તેને 18 કરોડ રૂપિયામાં સાઇન કર્યો હતો.