Canada News: હ્યુમન ફોર હાર્મનીના નેજા હેઠળ બ્રેમ્પટન કેનેડા ખાતે ભારતના 77મા સ્વતંત્રતા દિવસની કરાઈ ઉજવણી, જુઓ Photos
ભારતના 77 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી આ વખતે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના તમામ દેશોમ કરવામાં આવી છે. મહત્વનુ છે કે હ્યુમન ફોર હાર્મની દ્વારા બ્રેમ્પટન, કેનેડામાં ઉજવણી કરવામાં આવી હતી.
1 / 5
કેનેડામાં હ્યુમન્સ ફોર હાર્મનીએ 15 ઓગસ્ટના રોજ કેનેડાના બ્રેમ્પટનમાં ભારતીય તિરંગો ફરકાવ્યો અને 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી.
2 / 5
સિટી હોલ બ્રેમ્પટન ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને બ્રેમ્પટનમાં સિટી હોલની બહાર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક ગુજરાતી સમાજના અગ્રણી પથિક શુક્લ, ડોન પટેલ, વિનાયક પટેલ, અશોક પટેલ, પ્રશાંત અમીન વગેરે લોકો હાજર રહ્યા હતા.
3 / 5
આ ધ્વજ વંદન કાર્યક્રમમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે પણ હાજરી આપી હતી. મહાનુભાવોના વક્તવ્યો સાથે ગરબા અને ભાન્દ્ર પ્રદર્શન પણ આ કાર્યક્રમનું આકર્ષણ બન્યું હતું
4 / 5
બ્રામ્પટનના મેયર સિદ્ધાર્થ નાથ, પેટ્રિક બ્રાઉન અને બ્રામ્પટન સિટી કાઉન્સિલના સભ્યો અને પ્રોવિઝનલ પાર્લામેન્ટના સભ્યો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
5 / 5
આ કાર્યક્રમમાં ભારતીય સમુદાય તેમજ અન્ય દેશોના નાગરિકોએ ત્રિરંગો લહેરાવ્યો હતો. ભારતીય ડાયસ્પોરા સભ્યોએ પણ ઉજવણી દરમિયાન ભારતનું રાષ્ટ્રગીત અને દેશભક્તિ 'વંદે માતરમ' ગીત ગાતા જોવા મળ્યા હતા.
Published On - 11:03 pm, Wed, 16 August 23