શું તમે પણ નવા વર્ષની ઉજવણીનો પ્લાન કરી રહ્યા છો ? આ ખૂબસુરત સ્થળોએ ઉજવણી કરીને બનાવો યાદગાર

|

Dec 30, 2021 | 4:33 PM

નવા વર્ષની ઉજવણી માટે તમે કોઈ સારી જગ્યાએ જવાની યોજના બનાવી રહ્યા છો. તો આજે અમે તમને કેટલીક બેસ્ટ સ્થળો વિશે જણાવીશુ, જ્યા તમે તમારા પરિવાર સાથે નવા વર્ષનુ સેલિબ્રેશન વધુ સારી રીતે કરી શકો છો.

1 / 6
ગુલમર્ગ - ગુલમર્ગ વિશ્વના શ્રેષ્ઠ સ્કીઇંગ સ્થળોમાંનું એક છે. આ સિવાય શિયાળામાં તે સંપૂર્ણપણે બરફની ચાદરથી ઢંકાઈ જાય છે. એડવેન્ચરના શોખીનો માટે આ જગ્યા બેસ્ટ છે.

2 / 6

ગોવા - ગોવા દરેકના બકેટ લિસ્ટમાં હોય છે. પાલોલેમ અને મેન્ડ્રેમ વગેરે જેવા સુંદર બીચ ઉપરાંત તમે સ્થાનિક ચર્ચની મુલાકાત લઈ શકો છો અને સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લઈ શકો છો.

3 / 6

પુડુચેરી, તમિલનાડુ - પુડુચેરીના દરિયા કિનારે નવા વર્ષની ઉજવણી કરી શકાય છે. દર વર્ષે તહેવારોની સિઝનમાં લોકો અહીં આવે છે. અહીંનો નજારો ખૂબ જ સુંદર અને જોવા લાયક છે.

4 / 6

કચ્છનું રણ, ગુજરાત - કચ્છનું રણ એ પ્રકૃતિ પ્રેમીઓ માટે શિયાળાની ઋતુમાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. તમે આ સ્થળ પર પરિવાર સાથે નવું વર્ષ ઉજવી શકો છો.

5 / 6
કુર્ગ - કુર્ગને ભારતના સ્કોટલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કુર્ગ ભારતની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. આહલાદક વાતાવરણ વચ્ચે તમે અહીં ચા અને કોફીના બગીચા જોઈ શકો છો. ધોધ અહીંનું મુખ્ય આકર્ષણ છે.

6 / 6
ઉદયપુર - તળાવોનું શહેર ઉદયપુર એ ભારતમાં એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. શિયાળામાં અહીંનું વાતાવરણ એકદમ ખુશનુમા બની જાય છે.

Next Photo Gallery