
તમારા પપ્પા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો- આ દિવસોમાં બિઝી શેડ્યૂલને કારણે આપણે આપણા પરિવારને સમય આપી શકતા નથી. આવી સ્થિતિમાં તમારા પપ્પા સાથે બેસો અને તમારા બાળપણની વાત કરો અને જૂની યાદોને તાજી કરો. તેમની સાથે કરિયર, રિલેશનશીપ અને એજ્યુકેશનને લગતા ટોપિક્સ પર વાત કરો.

પપ્પાની મનપસંદ મૂવી જુઓ - તમે ઘરે જ ફાધર્સ ડેને ખૂબ જ યાદગાર બનાવી શકો છો. તમારા પપ્પા સાથે તેમની પસંદગીની મૂવી અથવા ટીવી સિરીઝ જુઓ. મૂવી સાથે પોપકોર્નનો આનંદ લો.