
12મી પછી પાઇલટ બનવા માટે વ્યક્તિ Commercial Pilot Training પ્રોગ્રામમાં નોંધણી કરાવી શકે છે. આ માટે તમારે પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડશે. આ માટે પ્રવેશ પરીક્ષા સિવાય ઈન્ટરવ્યુ રાઉન્ડ અને મેડિકલ ટેસ્ટ આપવાની રહેશે. 12મી પછી 15 થી 20 લાખ રૂપિયા ખર્ચીને તમે વિદેશ જઈને પાઈલટની ટ્રેનિંગ લઈ શકો છો.

ભારતીય વાયુસેનામાં પાઇલટ બનવા માટે વ્યક્તિએ NDA પરીક્ષા પાસ કરવી પડશે. આ એક સુવર્ણ તક છે જે 12માં પછી પાઇલટ બનવામાં મદદ કરે છે. 3 વર્ષનો કોર્સ પૂરો કર્યા પછી તમારે ફ્લાઈંગ ટ્રેનિંગમાં પણ ભાગ લેવો પડશે. આ પછી તમે પરમેનન્ટ કમિશન ઓફિસર તરીકે કામ કરશો.