નવી કારની ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન આ ટિપ્સનો કરો ફોલો, પસ્તાવોનો નહીં આવે વાળો
પોતાની નવી કાર લેવુ એ દરેક વ્યક્તિનું સૌથી મોટું સ્વપ્ન હોય છે. કારની ટેસ્ટ ડ્રાઈવ વખતે કારના ફીચર્સના સાથે કેટલીક મહત્વની બાબતનું ધ્યાન રાખવું જરુરી છે. ટેસ્ટ ડ્રાઈવ સમયે કારના ફીચર્સની ખામીઓ જાણવામાં મદદ મળે છે.
1 / 5
જો તમે કાર ખરીદવા જઈ રહ્યા છો અને ઈચ્છો છો કે તમારી કાર લાંબા સમય સુધી તમારો સાથ આપે તો તમારે નીચે મુજબની કેટલીક ટિપ્સ ધ્યાનમાં રાખવી જરુરી છે. (PC - freepik)
2 / 5
જે કાર ખરીદવા માગો છો તેના જ વેરિએન્ટની ટેસ્ટ ડ્રાઈવ લો. સામાન્ય રીતે ડીલરશિપના શોરુમમાં ટેસ્ટ ડ્રાઈવ માટે લિમિટેડ વેરિએન્ટ ઉપલબ્ધ હોય છે. તમે ડિલરને અનુરોધ કરી શકો છો કે જે કાર તમે ખરીદવા માગો છો તેને જ ટેસ્ટ ડ્રાઈવ માટે ઉપલબ્ધ રાખે. (PC - freepik)
3 / 5
ટેસ્ટ ડ્રાઈવ સમયે તમારી કારના તમામ ફીચર્સના સારી રીતે તપાસી લો. કારની ટેસ્ટ ડ્રાઈવમાં કારના તમામ ફીચર્સ સમજવામાં પૂરતો સમય લો. (PC - freepik)
4 / 5
કેટલીક લોકોને 2-3 કાર પસંદ હોય છે. તેવામાં દરેક કારની એકવાર ટેસ્ટ ડ્રાઈવ લઈને કારને તપાશો. કારના તમામ ફીચર્સ તપાસીને જ કાર ખરીદવાનો નિર્ણય કરો. (PC - freepik)
5 / 5
કાર ખરીદતા સમયે કારના તમામ ફીચર્સને આરામથી સમજી લો. જે ફીચર્સ કાગળ પર છે તે કારમાં વાસ્તિક રીતે છે કે નહીં તે તપાસો. (PC - freepik)