
વોશિંગ્ટન ડીસીમાં જંગલમાં લાગેલી આગના ધુમાડાની અસર એવી છે કે અહીંની ઘણી મોટી ઈમારતો દૂરથી દેખાતી નથી. લિંકન મેમોરિયલ તસવીરમાં અસ્પષ્ટ જોઈ શકાય છે. (AFP)

અમેરિકી રાજધાનીની આ તસવીરમાં એક મહિલા માસ્ક પહેરીને સાયકલ ચલાવતી જોઈ શકાય છે. તેની પાછળ યુએસ કેપિટોલ બિલ્ડીંગ છે, જે ધુમ્મસથી ઢંકાયેલી છે. (AFP)

આ તસવીરમાં વોશિંગ્ટન મોન્યુમેન્ટ ભાગ્યે જ દેખાઈ રહ્યું છે. અમેરિકાના પૂર્વ કિનારે આવેલા શહેરોમાં જંગલમાં લાગેલી આગમાંથી નીકળતા ધુમાડાને કારણે દિવસ-રાત જેવી સ્થિતિ બની ગઈ છે. (AFP)