
આ વેક્સિન કેવી રીતે કરે છે: રસીમાં છોડના કણો હોય છે જે શરીરમાં નકલી સ્પાઇક પ્રોટીન ઉત્પન્ન કરે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ આ પ્રોટીનને દૂર કરે છે. આવું થયા પછી શરીરમાં આ પ્રોટીન સામે એન્ટિબોડીઝ બનવા લાગે છે. આ રીતે રોગપ્રતિકારક શક્તિ વાયરસના ચેપ સામે રક્ષણ આપવા માટે સતર્ક બની જાય છે.

રિપોર્ટ અનુસાર, આ રસી લીધા પછી કેટલાક દર્દીઓને તેની આડઅસર જોવા મળી શકે છે. તેમાં તાવ, શરદી, ઝાડા, સાંધાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો અને ઉધરસ જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. આ લક્ષણો રસી આપવામાં આવ્યાના થોડા કલાકો સુધી દેખાઈ શકે છે.
Published On - 10:34 am, Tue, 1 March 22