કેરીમાં તમામ જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં પણ ફાયદાકારક છે. એક કપ સમારેલી કેરીમાં 99 કેલરી, 1.4 ગ્રામ પ્રોટીન, 25 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 22.5 ગ્રામ ખાંડ, 2.6 ગ્રામ ફાઈબર, 67% વિટામિન સી, 18% ફોલેટ, 10% વિટામિન A અને 10% વિટામિન E હોય છે. આ સિવાય તેમાં થોડી માત્રામાં કેલ્શિયમ, ઝિંક, આયર્ન અને મેગ્નેશિયમ હોય છે.