Gujarati News Photo gallery Cadillac 60s fleetwood car belonging to the Ider State royal family will be part of Asia's biggest car show in Baroda Vintage car Himmatnagar
ઈડર સ્ટેટના રાજવી પરિવારની Cadillac Car એશિયાના સૌથી મોટા કાર શોનો હિસ્સો બનશે, 15 વિન્ટેજ કારનુ ક્લેકશન
ઈડર સ્ટેટના રાજવી પરિવાર હિંમતનગર સ્થિત દોલત વિલાસ પેલેસમાં નિવાસ કરે છે. પરિવારના મહારાજ નરેન્દ્રસિંહજીને વિન્ટેજ કારનુ કલેકશન કરવાનો શોખ છે, તેઓની પાસે 15 કારનો ખજાનો છે.
1 / 8
હિંમતનગરના દોલત વિલાસ પેલસ ખાતે થોડાક સમય અગાઉ એક વિન્ટેજ કાર રેલીનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. વિન્ટેજ કાર રાખવાનો શોખ ધરાવતા કાર માલિકો કાર લઈને યાત્રા પર રેલી સ્વરુપ નિકળ્.ા હતા. ત્યારે હિંમતનગર માર્ગો પર એક એક થી સુંદર કારો પસાર થતા તેને ચાલતી જોવાનો લ્હાવો સ્થાનિકોને મળ્યો હતો. જે ઈડર સ્ટેટના રાજવી પરિવારને આભારી હતો. ઈડર સ્ટેટના રાજવી પરિવારના નરેન્દ્રસિંહજીને વિન્ટેજ કારનો શોખ છે. તેઓ પાસે 15 કારનો ખજાનો છે. જેમાની એક ચમચમાતી કેડલીક કાર એશિયાના સૌથી મોટા કાર પ્રદર્શનનો હિસ્સો બનવા જઈ રહી છે.
2 / 8
વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે એશિયાનો સૌથી મોટો કાર શોનુ આયોજન કરવામાં આવ્યુ છે. જે કાર શો આગામી શુક્રવાર થી ત્રણ દિવસ માટે યોજાનાર છે. જેમાં દેશ વિદેશની સાડા ત્રણસોથી વધારે કાર હિસ્સો લેનાર છે. આમ ગુજરાતમાં સુંદર કાર શો જોવા મળશે. જેમાં ગુજરાતની કેટલીક વિન્ટેજ કારો જોવા મળશે.
3 / 8
હિંમતનગરના પેલેસમાં રહેતા ઈડર સ્ટેટના રાજવી પરિવારની માલિકીની ચમચમાતી આ બ્લેક કેડેલિક કાર ખૂબ જ સુંદર દેખાય છે. આ અમેરિકન કાર બીજા વિશ્વયુદ્ધ પહેલા નિર્માણ પામી હતી. આ કારને કેડિલેક ફ્લીટવુડ કાર ભારતમાં આ મોડલની એક માત્ર હોવાનો દાવો છે. આ કાર જનરલ મોટર્સ દ્વારા નિર્માણ પામી હતી.
4 / 8
કાર અંગે જણાવતા, નરેન્દ્રસિંહજીએ મીડિયાને કહ્યુ હતુ કે, "જનરલ મોટર્સ દ્વારા આ કારના યુનિટ જ તૈયાર કરવામાં આવ્યા હતા. જે પૈકીની એક કાર આ છે અને હાલમાં દેશમાં અન્ય પાસે આ મોડલ મોજૂદ નથી. કારના એંન્જીન અંગે જણાવ્યુ હતુ કે, આ પાવરફુલ કાર છે અને તે ત્રણ ગીયર ધરાવે છે. કાર 100 લીટરની પેટ્રોલ ટેન્ક ધરાવે છે. કારનુ એન્જીન 346 CI ફ્લેટ હેડ V8 છે.
5 / 8
નરેન્દ્રસિંહજીએ કહ્યુ હતુ કે, "આ કારમાં જે પાવર ફુલ એન્જીન લાગેલુ છે એ એન્જીનનો ઉપયોગ આર્મીમાં કરવામાં આવ્યો હતો. આ એન્જીનનો ઉપયોગ જે તે સમયે અમરિકન આર્મી ટેન્કોમાં કરવામાં આવ્યો હતો."
6 / 8
આ કાર બહારથી જ સુંદર દેખાય છે એવુ નથી, અંદરથી પણ એટલી જ સુંદર છે. અંદર સીટના કવર અને ઈન્ટરીયર ખૂબ જ શાનદાર દેખાય છે.
7 / 8
કારનુ ડેશબોર્ડ અને કારનુ સ્ટીયરીંગ સહિત એકદમ આકર્ષક છે. આજે પણ આ સુંદર ડેશ બોર્ડ કારમાં બેઠા પછી પહેલી નજરમાં જ ગમી જાય એવુ છે.
8 / 8
હિંમતનગર સ્થિત દોલત વિલાસ પેલેસમાં 15 વિન્ટેજ કારનુ ક્લેકશન છે. જેમાં બે કેડિલેક કાર છે, જે એક 1941 અને બીજી 1947 ની છે. ટોર્પિએક ટોરપિડો પ્રકારની 1947 અને 1948ના મોડલની કાર છે. એક ઓટોમેટિક સહિત 1947 અને 1953ની એમ બે બ્યૂક કાર તેમના વિન્ટેજ કારના ખજાનામાં સામેલ છે. ડિસોટો 1954ની કન્વર્ટેબલ કાર, ડોઝ કિગ્ઝવે-1957ની કાર, ઈંગ્લેન્ડમાં ખૂબ જ પ્રિય રહેલી મોરેશમાઈ 1959ના મોડલની કાર પણ ઉપલ્બધ છે. જર્મનીમાં નિર્માણ પામેલ 1975ની મર્સિડીઝ બેન્ઝ. બીજા વિશ્વ યુદ્ધનો હિસ્સો રહેલ 1942-43ની ફોર્ડ જીપ કાર પણ પેલેસના ગેરેજમાં છે.
Published On - 12:53 pm, Thu, 5 January 23