
ત્રીજો બ્રિજ નવસારી જીલ્લામાં અંબિકા નદી પર તૈયાર કરવામાં આવ્યો છે. જેની લંબાઈ 200 મીટર છે. 05 ફૂલ સ્પાન ગર્ડર્સ ધરાવતા પુલને પાયર્સની ઉંચાઈ 12.6 થી 23.4 મીટર છે. આ બ્રિજ પણ બીલીમોરા અને સુરત હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશન વચ્ચે આવેલ છે. બાંધકામ દરમિયાન પડકારોનો સામનો કરવો પડ્યો હતો જેમ કે નદીના કાંઠાનો ઢોળાવ, થાંભલાઓ દરમિયાન ભૂગર્ભ ખડકોના સ્તરો, સતત પાણીનો પ્રવાહ, તેમજ લગભગ 26 મીટરના થાંભલાઓની ઊંચાઈ માટે નદીમાં કામ કરવું વગેરે.

મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર માટે આજની તારીખે છેલ્લા છ મહિનામાં ચાર બ્રિજ પૂર્ણ કરવામાં આવ્યા છે. મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર પર નદી પરના બ્રિજ કુલ 24 બ્રિજ છે. જે બ્રિજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવેલા છે. જેમાંથી 20 ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં છે. અને તેમાં પણ લાંબામાં લાંબો બ્રિજ 1.2 કી. મી. નો છે. જે નર્મદા નદી પર ગુજરાતમાં અને 2.28 કી.મી. વૈતરણા નદી પર, મહારાષ્ટ્રમાં બંધાઈ રહ્યો છે

મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલના બાંધકામની સ્થિતિ જોઈએ તો પાઇલ 305.9 કી.મી. છે. ફાઉન્ડેશન 251.2 કી.મી. તેમજ પાયર: 208.9 કી.મી વાયડકટ (મોટા બ્રિજ) 69.3 કી.મી. આવેલ છે. ગુજરાતમાં 8 હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશનો તૈયાર કરવામા આવી રહ્યા છે. જેમાં વાપી, બીલીમોરા, સુરત, ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતિ ખાતે જુદા જુદા બાંધકામ તબક્કા હેઠળ કામ ચાલુ છે. નેશનલ હાઇ સ્પીડ રેલ્વે કોર્પોરેશન લિમિટેડના ડાયરેક્ટર રાજેન્દ્ર પ્રસાદે બતાવ્યુ હતુ કે, એન્જિનિયરોએ અંબિકા નદી પરના બ્રિજના બાંધકામ માટે 26 મી. ઊંચાઈએ કામ કર્યું હતું
Published On - 6:15 pm, Sun, 2 July 23