Budget 2023: મોદી સરકારના રાજમાં તૂટી બજેટ સાથે જોડાયેલી આ 5 પરંપરા, પહેલીવાર બની શકે છે આ ઘટના

|

Jan 31, 2023 | 10:33 PM

Union Budget 2023 : વર્ષ 2014માં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ દેશમાં અનેક પરંપરાઓ તૂટી છે. છેલ્લા વર્ષોમાં બજેટ સાથે જોડાયેલી કેટલીક પરંપરાઓ પર બદલાઈ છે. ચાલો જાણીએ તેના વિશે.

1 / 7

આવતી કાલે 1 ફેબ્રુઆરીના રોજ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ થશે. ચાલો જાણીએ બજેટ સાથે જોડાયેલી  કેટલીક રોચક વાતો.

2 / 7

અંગ્રેજોના જમાનાથી બજેટ 28 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવતું હતું. પણ વર્ષ 2017થી આ બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થાય છે. વર્ષ 2017થી અરુણ જેટલીએ 1 ફેબ્રુઆરી બજેટ રજૂ કરવાની શરુઆત કરી હતી. આ ફેરફાર પાછળનું કારણ એ હતુ કે પહેલા બજેટ બાદ 1 એપ્રિલ પહેલા બજેટના પ્રાવધાનો લાગુ કરવામાં સમસ્યા થતી હતી.

3 / 7
અંગ્રેજોના સમયથી વર્ષ 2016 સુધી સામાન્ય બજેટ અને રેલ બજેટ અલગ અલગ રજૂ થતું હતું. પણ વર્ષ 2016થી રેલ  બજેટને પણ સામાન્ય બજેટમાં જ સામેલ કરવામાં આવ્યું હતું.

4 / 7
Budget 2023

Budget 2023

5 / 7
વર્ષ 2022માં કોરોના માહામારીને કારણે બજેટ પહેલાની હલવા સેરેમની થઈ ન હતી. તેની જગ્યાએ સ્ટાફને તેમના કાર્યસ્થળ પર જ 'લોક ઈન'ના સમય દરમિયાન મિઠાઈ પહોંચાડવામાં આવી હતી.

6 / 7
વર્ષ 2015માં યોજના આયોગને સમાપ્ત કરીને નીતિ આયોગની રચના કરવામાં આવી. આ ફેરફારને કારણે પંચ વર્ષીય યોજના ખત્મ થઈ હતી.

7 / 7
આ વખતે બજેટ સાથે જોડાયેલી વધુ એક પરંપરા તૂટવાની પૂરે પૂરી સંભાવના છે. મળતી માહિતી અનુસાર, આ વખતે બજેટ નવા સંસંદ ભવનમાં રજૂ થઈ શકે છે. જોકે તેના પર હાલમાં કોઈ આધિકારિક જાહેરાત કરવામાં આવી નથી.

Published On - 10:32 pm, Tue, 31 January 23

Next Photo Gallery