Budget 2022: દેશનું બજેટ તૈયાર કરનાર નિર્મલા સીતારમણની ટીમના 5 મહારથીઓ કોણ છે? જાણો બજેટના શિલ્પીઓને

|

Jan 30, 2022 | 6:22 AM

કેન્દ્રીય મંત્રીની સાથે તેમની ટીમના નિષ્ણાતો સામાન્ય અને વિશેષ બાબતોને ધ્યાનમાં રાખીને બજેટને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે.

1 / 6
Union Budget 2022: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. આશા છે કે કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલી ભારતીય અર્થવ્યવસ્થાને નવો રસ્તો મળશે. નાણાકીય વર્ષ 2022-23 માટે દરેક વર્ગને આ બજેટથી અપેક્ષાઓ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગતવર્ષ કોરોનાની ગંભીર અસરો વચ્ચે દેશનું બજેટ રજૂ કર્યું હતું. આવું ફરી થવાનું છે. તમામ સંજોગોને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બજેટ વધુ મહત્ત્વનું હશે. કોવિડ રોગચાળા અને આર્થિક મંદી વચ્ચે અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે નિર્મલા સીતારમણ કેન્દ્ર સરકારના મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. કેન્દ્રીય મંત્રીની સાથે તેમની ટીમના નિષ્ણાતો સામાન્ય અને વિશેષ બાબતોને ધ્યાનમાં રાખીને બજેટને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. ચાલો જાણીએ નિર્મલા સીતારમણની સાથે બજેટ ટીમમાં રહેલા આ મહારથીઓ વિશે.

2 / 6
ડો.ટીવી સોમનાથન(Dr. TV Somnathan):  તે નાણા મંત્રાલયમાં ખર્ચ સચિવ છે અને આ બજેટ ટીમનો મુખ્ય ચહેરો છે. સોમનાથને કલકત્તા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું છે. તેઓ બજેટમાં મોટી જવાબદારી સંભાળી રહ્યા છે. સોમનાથન પાસે બજેટ ખર્ચને નિયંત્રિત કરવાનો મોટો પડકાર છે. પરંપરા મુજબ, નાણા મંત્રાલયના 5 સચિવોમાંથી સૌથી વરિષ્ઠ અધિકારીને નાણાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. સોમનાથન હાલમાં આ જવાબદારી સંભાળી રહ્યા છે. સોમનાથન તમિલનાડુ કેડરના 1987ના IAS અધિકારી છે. હવે જોવાનું એ રહે છે કે તેઓ આ નાણાકીય વર્ષમાં મૂડી ખર્ચની ગણતરી કેવી રીતે કરે છે.

3 / 6
દેબાશીષ પાંડા(Debashish Panda)  : તે નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગના સચિવનું પદ ધરાવે છે. તેઓ ઉત્તર પ્રદેશ કેડરના 1987 બેચના IAS અધિકારી છે. જાહેર ક્ષેત્રની કચેરીઓને પુનર્જીવિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી પાંડા ટીમનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ગણી શકાય. બજેટમાં નાણાકીય ક્ષેત્રને લગતી તમામ નાની-મોટી જાહેરાતો તેમની જવાબદારી હેઠળ આવે છે. પાંડા પાસે નાણાકીય વ્યવસ્થાની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ભારતીય રિઝર્વ બેંક સાથે નજીકથી કામ કરવાની જવાબદારી પણ છે.

4 / 6
તરુણ  બજાજ (Tarun Bajaj): તે નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના સચિવ છે. તેઓ હરિયાણા કેડરના 1988 બેચના IAS અધિકારી છે. નાણા મંત્રાલયમાં જોડાતા પહેલા બજાજે વડાપ્રધાન કાર્યાલયમાં પણ સેવા આપી હતી. નાણા મંત્રાલયમાં કામ કરતી વખતે તેમણે દેશ માટે ઘણા રાહત પેકેજો પર કામ કર્યું છે.બજાજે કોરોના રોગચાળા દરમિયાન આરોગ્ય સંભાળ પેકેજોની સુવિધા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એક અહેવાલ મુજબ તરુણ બજાજે ત્રણ આત્મનિર્ભર ભારત પેકેજને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

5 / 6
તુહિન કાન્ત પાંડે(Tuhin Kanta Pandey) : નાણામંત્રી નિર્મલા સીતારમણની બજેટ ટીમમાં રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગના સચિવ તુહિન કાંતા પાંડે પણ સામેલ છે. તેઓ ઓડિશા કેડરના 1987 બેચના IAS અધિકારી છે. ઓક્ટોબર 2019માં તેમને DIPAM ના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.જો કે, સરકાર આ વર્ષે તેના ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકને પૂર્ણ કરી શકી નથી તેથી તમામની નજર તેમના વિભાગ પર રહેશે. પાંડેએ એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ વર્ષના બજેટ પછી બીજા ઘણા પ્રોજેક્ટ છે જેમાં LIC IPO એ મુખ્ય ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્ય છે.

6 / 6
અજય શેઠ (Ajay Seth): નાણા મંત્રાલયમાં સૌથી નવા સભ્ય હોવા છતાં તમામની નજર અજય શેઠ પર રહેશે જેમને આર્થિક બાબતોના સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે. શેઠ કર્ણાટક કેડરના 1987 બેચના IAS અધિકારી છે. તેઓ નિર્મલા સીતારમણના તમામ બજેટ ભાષણોનો મુસદ્દો તૈયાર કરવાનો હવાલો સંભાળે છે. તેમનો વિભાગ મૂડી બજારો, રોકાણો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી નીતિઓનો મુખ્ય વિભાગ પણ છે.તેઓ આવક પેદા કરવા અને રોજગારીનું સર્જન કરવા માટે મોટા પ્રોજેક્ટ્સ પર મોટી રકમ ફાળવે તેવી અપેક્ષા છે. સેઠ પાસે ભારતની જીડીપી વૃદ્ધિ જાળવી રાખીને અર્થતંત્રમાં ખાનગી મૂડી ખર્ચને પુનર્જીવિત કરવાનું મુશ્કેલ કાર્ય છે.

Next Photo Gallery