Google આજે તાઇવાનની બબલ ટી પીવાની ઉજવણી કરી રહ્યું છે. આ માટે ગૂગલે એક ખાસ ડૂડલ પણ શેર કર્યું છે.
આ પીણું સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. વર્ષ 2020માં આ દિવસે બબલ ટીને ઇમોજી તરીકે જાહેર કરવામાં આવી હતી. ચાલો જાણીએ બબલ ટી સાથે જોડાયેલી બીજી ઘણી રસપ્રદ વાતો.
આ પીણું 17મી સદીથી તાઈવાનમાં પીવામાં આવે છે. આ ચાને બોબા ટી, પર્લ ટી અથવા ટેપિઓકા ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચા બનાવવા માટે દૂધ અથવા લીલી ચા અને ટેપિયોકા બોલનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ચાની ખાસિયત એ છે કે તે ઘણી ફ્લેવર અને અનેક રીતે બનાવવામાં આવે છે. તમે તેને બનાવવા માટે ફળો, શરબત, જેલી અને ડ્રાય ફ્રૂટ્સનો પણ ઉપયોગ કરી શકો છો. ટેસ્ટી હોવા ઉપરાંત આ પીણું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
જો કે તેનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. કારણ કે તેમાં ખાંડની માત્રા વધુ હોય છે. તેનાથી તમારું વજન વધી શકે છે. બીજી બાજુ, જો તમને કંદમુળ શાકભાજીથી એલર્જી હોય, તો આ પીણું ટાળવું જોઈએ. તે કસાવાથી ભરેલી હોય છે.