
BSNLના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 90 દિવસની વેલિડિટી મળે છે. યુઝર્સને સમગ્ર ભારતમાં અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આ ઉપરાંત યુઝર્સને ફ્રી નેશનલ રોમિંગનો લાભ પણ મળશે. એટલું જ નહીં, TRAIના આદેશ અનુસાર, સરકારી ટેલિકોમ કંપનીના આ પ્લાનમાં યુઝર્સને કુલ 300 ફ્રી SMSનો લાભ પણ મળે છે.

ભારત સંચાર નિગમનો આ પ્રીપેડ પ્લાન ખાસ કરીને એવા યૂઝર્સ માટે છે જેઓ તેમનો નંબર માત્ર કોલિંગ માટે જ વાપરે છે. આ પ્રીપેડ પ્લાન ખાસ કરીને ફીચર ફોનનો ઉપયોગ કરતા અને સેકન્ડરી સિમ તરીકે BSNL નંબર ધરાવતા યુઝર્સને ફાયદો થશે.

તમને જણાવી દઈએ કે આ માત્ર કોલિંગ પ્લાન છે આથી તેમાં ઈન્ટરનેટની સુવિધા મળતી નથી
Published On - 12:30 pm, Fri, 7 March 25