
તમને જણાવી દઈએ કે BSNLના પોર્ટફોલિયોમાં 180 દિવસ એટલે કે સંપૂર્ણ 6 મહિનાની વેલિડિટી ઓફર કરી રહી છે. માત્ર એક રિચાર્જ કરાવી તમે 180 દિવસ માટે રિચાર્જના ટેન્શનમાંથી મુક્ત થઈ જશો. BSNL તેના વપરાશકર્તાઓને તમામ સ્થાનિક અને STD નેટવર્ક માટે અમર્યાદિત કૉલિંગ ઑફર કરે છે.

તમને જણાવી દઈએ કે આ પ્લાનમાં ફ્રી કોલિંગ અને ડેટાની સાથે તમને દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે. તે સાથે 90GB ડેટા મળે છે. ડેટા લિમિટ પૂરી થયા પછી પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો, પરંતુ આ દરમિયાન તમને 40Kbpsની સ્પીડ મળશે. હવે આ પ્લાનની કિંમતની વાત કરીએ તો 897 રુપિયા છે, ત્યારે 900થી પણ ઓછી કિંમતમાં માત્ર BSNL કંપની છે જે 6 મહિનાનો રિચાર્જ પ્લાન ઓફર કરી રહ્યું છે