
BSNL એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 395 દિવસ આ પ્લાન વિશે માહિતી આપી છે. આ પ્લાનમાં કંપનીએ ગ્રાહકો પર ઑફર્સનો વરસાદ કર્યો છે. આમાં તમને તમામ લોકલ અને એસટીડી નેટવર્ક પર 395 દિવસ માટે ફ્રી અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ સાથે તમે દરરોજ 100 ફ્રી SMSનો પણ ઉપયોગ કરી શકો છો.

આ પ્લાનમાં કંપની ગ્રાહકોને 395 દિવસ માટે કુલ 790GB ડેટા ઓફર કરે છે. એટલે કે તમે દરરોજ 2GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. દૈનિક ડેટા મર્યાદા પૂરી થયા પછી પણ તમે ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરી શકશો પરંતુ તમને 40Kbpsની સ્પીડ મળશે.

અન્ય કોઈ ટેલિકોમ કંપની પાસે આનાથી સસ્તો પ્લાન નથી જે ઓછી કિંમતે એક વર્ષથી વધુ સમય માટે રિચાર્જ સબસ્ક્રિપ્શન આપતુ હોય, આ પ્લાનની કિંમતની વાત કરીએ તો તમને 2399 રૂપિયાના પ્લાનમાં 13 મહિનાની વેલિડિટી સાથે મળી જશે