BSNL એ તેના કરોડો મોબાઈલ યુઝર્સ માટે વધુ એક સસ્તો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. સરકારી ટેલિકોમ કંપનીએ 84-દિવસનો નવો પ્લાન રજૂ કર્યો છે, જેમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 3GB હાઇ સ્પીડ ડેટા ઓફર કરવામાં આવે છે, અને આ એટલો સસ્તો પ્લાન છે કે યુઝર્સ આ પ્લાન લેવા પડાપડી કરી રહ્યા છે.
ભારત સંચાર નિગમ લિમિટેડે આ સસ્તા પ્લાન સાથે ખાનગી ટેલિકોમ કંપનીઓ માટે એક નવો પડકાર રજૂ કર્યો છે. આ ઉપરાંત ભારત સંચાર નિગમ લિમિટેડ પણ તેના નેટવર્કનો વિસ્તાર કરી રહી છે. સરકારી કંપનીએ દેશભરમાં 75 હજારથી વધુ નવા 4G મોબાઈલ ટાવર લગાવ્યા છે. ટૂંક સમયમાં કંપની 1 લાખ આંકડાનો લક્ષ્યાંક હાંસલ કરી લેશે. ત્યારે BSNLના આ નવો રિચાર્જ પ્લાન કેટલો સસ્તો છે અને તેમાં શુ લાભ મળી રહ્યા ચાલો જાણીએ
BSNLનો આ પ્રીપેડ રિચાર્જ પ્લાન 599 રૂપિયાની કિંમતે આવે છે. સરકારી ટેલિકોમ કંપનીના આ પ્લાનમાં યુઝર્સને 84 દિવસની વેલિડિટી આપવામાં આવી છે. આ સસ્તા રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આ ઉપરાંત યુઝર્સને ફ્રી નેશનલ રોમિંગનો લાભ પણ મળે છે. કંપનીનો આ પ્રીપેડ પ્લાન દૈનિક 3GB હાઇ સ્પીડ ડેટા સાથે આવે છે.
આ પ્લાનમાં યુઝર્સને કુલ 252GB હાઇ સ્પીડ ડેટા મળશે. આ સિવાય યુઝર્સને દરરોજ 100 ફ્રી SMSનો લાભ પણ મળે છે.
BSNL તેના દરેક મોબાઇલ પ્લાન સાથે મફતમાં BiTV ઓફર કરે છે, જેમાં વપરાશકર્તાઓ તેમના મોબાઇલ પર 400 થી વધુ મફત લાઇવ ટીવી ચેનલોને ઍક્સેસ કરી શકે છે. કંપનીએ હાલમાં જ સમગ્ર ભારતમાં આ સેવા લોન્ચ કરી છે. ભારત સંચાર નિગમ લિમિટેડ પણ આ પ્લાન સાથે તેના યુઝર્સને ઘણી સેવાઓ આપી રહી છે.