જો તમારું બજેટ ઓછું છે અને તમે 100 રૂપિયાથી ઓછી કિંમતનો સારો પ્લાન શોધી રહ્યા છો, તો સરકારી ટેલિકોમ કંપની BSNL તમને એક, બે કે ત્રણ નહીં પણ પાંચ સસ્તા પ્લાન ઓફર કરી રહ્યું છે.
અહીં અમે તમને BSNLના 100 રૂપિયાથી ઓછી કિંમતના ઘણા સસ્તું પ્લાન્સ વિશે જણાવી રહ્યા છીએ. આ પ્લાન એવા વપરાશકર્તાઓ માટે યોગ્ય છે જેઓ ઓછી કિંમતે લાંબી વેલિડિટી, કૉલ્સ, ડેટાનો આનંદ માણવા માગે છે. આ BSNL ના 5 સૌથી સસ્તા પ્લાન છે જેમાં તમને ઘણા બધા ફાયદા મળશે
1. BSNL નો રૂ. 97 નો પ્લાન : આ પ્લાનમાં BSNL 15 દિવસની વેલિડિટી સાથે દરરોજ 2GB ડેટા આપે છે, આ પ્લાન 15 દિવસ માટે માન્ય છે. તેમાં કુલ 30GB ડેટા ઉપલબ્ધ છે (દૈનિક 2GB ડેટા). દૈનિક ડેટા મર્યાદા પૂરી થયા પછી, સ્પીડ ઘટીને 40Kbps થઈ જશે. આ સાથે આ પ્લાન કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગનો લાભ આપવા જઈ રહ્યો છે.
2. BSNL રૂ. 98 નો પ્લાન: BSNLના આ પ્લાનની વેલિડિટી 18 દિવસની છે. આ પ્લાનમાં દૈનિક 2GB ડેટા સાથે કુલ 36GB ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલનો લાભ મળે છે.
3. BSNL રૂ. 97 નો પ્લાન: BSNLનો આ 97 રુપિયાનો બીજો પ્લાન છે. આ રિચાર્જ પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળે છે, દૈનિક ડેટા મર્યાદા પર પહોંચ્યા પછી, ઇન્ટરનેટ સ્પીડ 40Kbps થઈ જાય છે. આ પ્લાન અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કોલનો લાભ આપશે.
4. BSNL રૂ. 94 નો પ્લાન: BSNLનો આ પ્લાન હેવી ડેટા યુઝર્સ માટે બેસ્ટ છે. આ પ્લાન 30 દિવસ માટે દરરોજ 3GB ડેટા ઓફર કરે છે, પ્લાનમાં કુલ 90GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં યુઝર્સને લોકલ અને નેશનલ કોલ માટે વધુ 200 મિનિટ મળશે. ડેટા અને કોલિંગનો લાભ ઇચ્છતા લોકો માટે આ પ્લાન શ્રેષ્ઠ વિકલ્પ છે.
5. BSNL રૂ 58 નો પ્લાન :સરકારી ટેલિકોમ કંપની BSNL માત્ર રૂ. 58માં ઈન્ટરનેટ એક્સેસ ધરાવતા યુઝર્સને 7 દિવસની વેલિડિટી પૂરી પાડે છે. એકવાર ઈન્ટરનેટની દૈનિક મર્યાદા પૂરી થઈ જાય પછી સ્પીડ ઘટીને 40Kbps થઈ જશે.