
જો તમે રિચાર્જ પ્લાનમાં વધુ પૈસા વેડફવા માંગતા નથી, તો તમે BSNL તમને 35 દિવસની વેલિડિટી વાળો જબરદસ્ત પ્લાન આપી રહી છે આ પ્લાનમાં તમારે 3 રૂપિયાથી પણ ઓછા દૈનિક ખર્ચ થશે. આટલું જ નહીં, તેમાં તમને કોલિંગ, ડેટા અને બીજા ઘણા ફાયદા આપવામાં આવે છે.

BSNLના આ પ્લાનમાં તમને કુલ 35 દિવસની વેલિડિટી મળે છે. તેમજ કૉલ કરવા માટે કુલ 200 ફ્રી મિનિટ આપવામાં આવે છે. 200 મિનિટની મર્યાદા પૂરી થયા પછી, તમારે લોકલ કોલ માટે 1 રૂપિયા પ્રતિ મિનિટ ચૂકવવા પડશે. જ્યારે તમે STD કૉલિંગ કરો છો તો તમારે 1.3 મિનિટના દરે ચાર્જ ચૂકવવો પડશે.

આ સાથે યુઝર્સને ફ્રી BSNL ટ્યુન ની સુવિધા પણ મળે છે. ડેટા વિશે વાત કરીએ તો, યુઝરને કુલ 3 જીબી ડેટા મળે છે, જેનો ઉપયોગ ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે કરી શકાય છે. હવે આ પ્લાનની કિંમતની વાત કરીએ તો BSNL તમને આ પ્લાન માત્રને માત્ર 107 રુપિયામાં આપે છે