
જો આપણે સરખામણી કરીએ તો, Jio એક લાંબી વેલિડિટી પ્લાન પણ ઓફર કરે છે જેની વેલિડિટી 200 દિવસ છે. પરંતુ Jioનો આ પ્લાન ₹2025નો છે, જ્યારે BSNLનો પ્લાન ₹397નો છે. જિયોનો પ્લાન દરરોજ 2.5GB ડેટા અને અન્ય તમામ ફાયદાઓ આપે છે, પરંતુ તેની કિંમત ઘણી વધારે છે.

BSNL નો ₹397 નો પ્લાન એવા વપરાશકર્તાઓ માટે શ્રેષ્ઠ છે જેઓ ઓછા ખર્ચે પોતાનું સિમ સક્રિય રાખવા માંગે છે, અથવા જેમને મર્યાદિત સમય માટે કોલ અને ઇન્ટરનેટની જરૂર છે.

પ્લાનની વેલિડિટી 150 દિવસની છે, પરંતુ કોલિંગ અને ડેટા લાભો 30 દિવસ સુધી જ મળે છે, આથી તમે ટોપ એપ પ્લાન એડ કરી શકો છો

આ પ્લાન ખાસ કરીને એવા લોકો માટે સારો છે જેમને વધારે ડેટાની જરૂર નથી પણ તેઓ પોતાનો નંબર લાંબા સમય સુધી ચાલુ રાખવા માંગે છે