
લોકલ કોલનો ખર્ચ પ્રતિ મિનિટ 1 રૂપિયા અને એસટીડી કોલનો ખર્ચ પ્રતિ મિનિટ 1.3 રૂપિયા છે. સ્થાનિક SMS મોકલવાનો ખર્ચ 80P છે. રાષ્ટ્રીય SMS માટે તેનો ખર્ચ 1.20 અને આંતરરાષ્ટ્રીય SMS માટે 5 પૈસા છે. આ પ્લાનમાં તમે 35 દિવસ માટે મફત BSNL ફ્રી ટ્યુન પણ સેટ કરી શકો છો.

આ સિવાય BSNL પાસે 108 રુપિયાનો પણ પ્લાન છે જેમાં 28 દિવસ સુધી તમે તમારુ સિમ કાર્ડ એક્ટિવ રાખી શકો છો અને આ પ્લાનમાં તમને થોડા વધારે ફાયદા પણ મળે છે.

જોકે BSNLનો 107 રુપિયા વાળો પ્લાન તે ગ્રાહકોમાં બેસ્ટ છે જે લાંબા સમય સુધી તેમના સિમ કાર્ડને એક્ટિવ રાખવા માંગતા હોય, જેમકે ફોન કોલ કે SMS માટે ફોનના સિમકાર્ડને એક્ટિવ રાખવા માટે આ પ્લાન બેસ્ટ છે.