
આજે અમે તમને BSNL ના આવા રિચાર્જ પ્લાન વિશે જણાવીશું, જેમાં તમને 900 રૂપિયાથી ઓછા ભાવે 180 દિવસ એટલે કે 6 મહિનાની વેલિડિટી મળશે. અમે BSNL ના 897 રૂપિયાના પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ.

BSNL ના 897 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 180 દિવસ એટલે કે 6 મહિના છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી SMSનો લાભ મળશે. ડેટાની વાત કરીએ તો, આ પ્લાનમાં યુઝરને કુલ 90GB ડેટાનો લાભ મળે છે.

BSNL ના આ પ્લાનમાં યુઝર્સને BSNL ની BiTV સેવાનો પણ લાભ મળે છે, જેમાં યુઝર્સ 350 થી વધુ લાઈવ ટીવી ચેનલો મફતમાં એક્સેસ કરી શકે છે.