BSNLનો આ નવો રિચાર્જ પ્લાન એવા ગ્રાહકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે કે જેઓ વધુ ડેટા ઈચ્છે છે. કંપની આ પ્લાન સાથે ગ્રાહકોને કુલ 252GB ડેટા ઓફર કરે છે. તમે દરરોજ 3GB હાઇ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકો છો. દૈનિક ડેટા ખતમ થયા પછી, તમે 40Kbpsની ઝડપે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. આ ઉપરાંત, કંપની તેના વપરાશકર્તાઓને Zing Music, BSNL ટ્યુન્સ, GameOn, Astrotell, Hardy Games, Challenger Arena Games, Gameium, Lystn Podocast જેવી ઘણી બધી મફત સેવાઓ પ્રદાન કરે છે.