
BSNLના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB હાઇ સ્પીડ ડેટા અને 100 ફ્રી SMS મળે છે. આ પ્લાનમાં કુલ 850GB ડેટા આપવામાં આવી રહ્યો છે, જે સમગ્ર વેલિડિટી સમયગાળા દરમિયાન યુઝર્સને ઉપલબ્ધ રહેશે. આ સિવાય કંપની BiTVનું ફ્રી સબસ્ક્રિપ્શન અને ઘણી OTT એપ્સની ફ્રી એક્સેસ પણ આપી રહી છે.

આ પ્લાન ખાસ કરીને એવા યુઝર્સ માટે બનાવવામાં આવ્યો છે જેઓ લાંબી વેલિડિટી, ડેટા અને મનોરંજન સુવિધાઓ એકસાથે ઇચ્છે છે. આ પ્લાનની કિંમતની વાત કરીએ તો તે રૂ. 2,399 છે એટલે કે તમને આટલા રુપિયામાં 14 મહિના કોઈ પણ જાતનું રિચાર્જ નહીં કરાવવું પડે.

BSNL એ તેના નેટવર્કને બહેતર બનાવવા માટે 1 લાખ નવા 4G ટાવર સ્થાપિત કરવાની યોજના બનાવી છે, જે વર્ષના પ્રથમ છ મહિનામાં સમગ્ર દેશમાં સ્થાપિત કરવામાં આવશે. અત્યાર સુધીમાં, કંપનીએ 65,000 થી વધુ 4G ટાવર્સને જીવંત કર્યા છે, અને બાકીના ટાવર પણ આગામી થોડા મહિનામાં સક્રિય થઈ જશે.