
આ પ્લેટફોર્મ લાખો લોકોને eSIM મોટા પાયે ઉપલબ્ધ કરાવવામાં મદદ કરશે. BSNL ની મુખ્ય પહેલ, eSIM, ગ્રાહકોને વધુ સારો મોબાઇલ કનેક્ટિવિટી અનુભવ પ્રદાન કરવાનો છે.

BSNL eSIM ની વાત કરીએ તો, આ સિમ 2G, 3G અને 4G નેટવર્ક્સ પર કામ કરવા સક્ષમ છે. જેમની પાસે eSIM સપોર્ટ કરતા ફોન છે તેઓ BSNL ની આ નવી સેવાનો લાભ લઈ શકે છે. BSNL ના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન એ. રોબર્ટ રવિએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં eSIM સેવા શરૂ થવાથી ટેલિકોમ્યુનિકેશન ક્ષમતાઓને નવા સ્તરે લઈ જવામાં મદદ મળશે.

BSNL એ તાજેતરમાં 98,000 ટાવર્સની મદદથી 4G સેવાઓ શરૂ કરી છે. 4G પછી, 5G વિશે ચર્ચાઓ તેજ થઈ છે. ઘણા મીડિયા અહેવાલો દર્શાવે છે કે BSNL 2025 ના અંત સુધીમાં 5G સેવાઓ શરૂ કરી શકે છે. વર્ષના અંત સુધીમાં દિલ્હી અને મુંબઈમાં 5G સેવા શરૂ થવાની ધારણા છે.