BSNLએ તેના યુઝર્સને આપી મોટી દિવાળી ભેટ ! 356 દિવસની વેલિડિટી વાળો પ્લાન કર્યો સસ્તો, જાણો અહીં
આ પ્લાનમાં 600 GB ડેટા ઉપરાંત અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMS પણ આપવામાં આવે છે. લાંબી વેલિડિટી અને ઓછી કિંમત સાથેનો આ પ્લાન તમારા સિમને એક વર્ષ સુધી એક્ટિવ રાખવામાં પણ મદદ કરશે.
1 / 7
Jio, Airtel અને Viનું ટેન્શન વધારવા માટે, BSNL એ એક શાનદાર દિવાળી ઑફર લઈને આવ્યું છે. કંપનીએ તેની લાંબી વેલિડિટીના સસ્તા પ્લાનને વધુ સસ્તો બનાવ્યો છે. ત્યારે આ પ્લાનની કિંમતમાં રૂ. 100નો ઘટાડો કર્યો છે. કંપનીએ પોતાની ઓફિશિયલ સાઈટ દ્વારા આ દિવાળી ગિફ્ટ વિશે જાણકારી આપી છે.
2 / 7
તમને જણાવી દઈએ કે 1999 રૂપિયાના BSNLના આ પ્લાન પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ હવે આ પ્લાન 1899 રૂપિયામાં ખરીદી શકાશે. ફાયદાની વાત કરીએ તો, આ પ્લાનમાં યુઝર્સને 600 GB હાઈ સ્પીડ ડેટા મળે છે અને તે પણ 365 દિવસની લાંબી વેલિડિટી સાથે.
3 / 7
આ પ્લાનમાં 600 GB ડેટા ઉપરાંત અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMS પણ આપવામાં આવે છે. લાંબી વેલિડિટી અને ઓછી કિંમત સાથેનો આ પ્લાન તમારા સિમને એક વર્ષ સુધી એક્ટિવ રાખવામાં પણ મદદ કરશે.
4 / 7
Reliance Jio પાસે 1899 રૂપિયાનો પ્લાન પણ છે પરંતુ આ પ્લાન 365ને બદલે 336 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કુલ 24 જીબી હાઈ સ્પીડ ડેટા, ફ્રી કોલિંગ અને 3600 sms આપવામાં આવે છે. ઉપરાંત, આ પ્લાન Jio TV, Jio Cloud અને Jio Cinema જેવી એપ્સની મફત ઍક્સેસ આપે છે.
5 / 7
એરટેલ પાસે પ્રીપેડ વપરાશકર્તાઓ માટે 1999 રૂપિયાનો વાર્ષિક પ્લાન છે જે 365 દિવસની વેલિડિટી ઓફર કરે છે. 24 GB ડેટાના આ પ્લાન સાથે તમને દરરોજ 100 SMS અને અમર્યાદિત ફ્રી કોલિંગનો લાભ મળે છે. આ પ્લાન સાથે, Apollo 24/7, Wynk Music, Spam Protection અને Extreme Play જેવા લાભો ઉપલબ્ધ છે.
6 / 7
Vodafone Idea ઉર્ફે Vi ના રૂ. 1999 પ્લાન સાથે, પ્રીપેડ વપરાશકર્તાઓને 24 GB ડેટા, 3600 SMS અને મફત કૉલિંગનો લાભ મળે છે.
7 / 7
અહીં એક વાત નોંધનીય છે કે આ મર્યાદિત સમયની ઓફર છે જે 28 ઓક્ટોબરથી શરૂ થઈ છે. આ દિવાળી ઑફરનો લાભ આવતા મહિનાની 7 તારીખ સુધી એટલે કે 7 નવેમ્બર સુધી મેળવી શકાશે.
Published On - 11:54 am, Tue, 29 October 24