
નોંધનીય છે કે આ એક FRC (ફર્સ્ટ રિચાર્જ કૂપન) પ્લાન છે, જેનો અર્થ છે કે તેને ફક્ત નવા નંબરથી જ એક્ટિવેટ કરી શકાય છે. આ રિચાર્જ પ્લાન એવા લોકો માટે સારો વિકલ્પ માનવામાં આવે છે જેઓ નેટવર્ક સેવા પ્રદાતાના નવા વપરાશકર્તાઓ છે જેઓ યોગ્ય ડેટા અને અમર્યાદિત કૉલ્સ સાથે બજેટ-ફ્રેંડલી વિકલ્પ શોધી રહ્યા છે.

જ્યારે JIO 28 દિવસ માટે રોજ 1 GB માટે રું 249નો પ્લાન ઓફર કરી રહ્યું છે. જેમાં અનલિમિટેડ કોલ અને 100 SMSની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

જ્યારે Viનો પ્લાન BSNL અને Jio કરતા પણ ઘણો મોંઘો છે. Vi કંપની તેના આ પ્લાન માટે 299 રુપિયા લઈ રહી છે જેમાં પણ અનલિમિટેડ કોલ અને 100 SMSની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

Viની જેમ Airtel પણ તેના ગ્રાહકોને 299નો જ આ પ્લાન ઓફર કરી રહ્યું છે જેમાં પણ Viની જેમ જ ગ્રાહકોને અનલિમિટેડ કોલ અને 100 SMSની સુવિધા પણ આપવામાં આવી રહી છે.
Published On - 1:52 pm, Sun, 8 September 24