
જ્યારે એરટેલના 35 દિવસની વેલિડિટી પ્લાનની કિંમત 289 રૂપિયા છે. જો તમે તેના પર નજર નાખો, તો આ એરટેલનો સસ્તો સસ્તો પ્લાન છે. એરટેલ તેના રૂ. 289 વાળા પ્લાનમાં SMS અને અમર્યાદિત કૉલિંગ જેવી 35 દિવસની માન્યતા સાથે ઘણા લાભો આપે છે. કંપની આ પ્લાન સાથે 300 SMS ફ્રી આપે છે. ગ્રાહકોને 4GB ડેટા પણ મળી રહ્યો છે. 289 રૂપિયાનો આ નવો રિચાર્જ પ્લાન એવા યુઝર્સ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે જેમની પાસે ઓછી ડેટાની જરૂરિયાત છે.

જ્યારે Jioમાં 35 દિવસનો પ્લાન નથી આથી તે 28 દિવસનો પ્લાન ઓફર કરે છે જેમાં 299માં 1.5 GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMSની સુવિધા મળી રહી છે.

જ્યારે Vi પાસે પણ 35 દિવસનો પ્લાન નથી આથી તે તેના ગ્રાહકોને 299માં 1 GB ડેટા ઓફર કરી રહ્યું છે. જેમાં પણ અનલિમિડેટ કોલની સાથે 100 SMS મળી રહ્યા છે. આ પ્લાનમાં ઈન્ટરનેટ પર ડેના હિસાબે મળી રહ્યું છે.