Gujarati News Photo gallery BSNL cheapest recharge plan get in just 2 rupee in daily expenses for 300 days in front of Jio Airtel and Vi
BSNLના આ પ્લાને ઉડાવ્યા હોશ ! માત્ર 2 રુપિયાના ખર્ચમાં મળી રહ્યો 300 દિવસનો પ્લાન
BSNL તેના ગ્રાહકો માટે સતત સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરી રહ્યું છે. હવે કંપનીએ તેના કરોડો યુઝર્સને એવો પ્લાન ઓફર કર્યો છે જેનાથી Jio, Airtel અને Viનું ટેન્શન વધી ગયું છે. BSNL હવે તેના સૌથી ઓછી કિંમતના પ્લાનમાં યુઝર્સને 300 દિવસની વેલિડિટી ઓફર કરી રહ્યું છે.
1 / 5
સરકારી ટેલિકોમ કંપની BSNL ગ્રાહકોને આકર્ષવા માટે સતત નવી ઓફરો લાવી રહી છે. જ્યારથી Jio, Airtel અને Viએ તેમના રિચાર્જ પ્લાનમાં વધારો કર્યો છે, કંપનીએ ઘણા નવા પ્લાન રજૂ કર્યા છે અને આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે. મોંઘા રિચાર્જ પ્લાનમાંથી રાહત મેળવવા માટે, યુઝર્સ BSNL તરફ વળ્યા છે અને કંપની આ તકનો લાભ લેવા માટે પૂરા પ્રયાસો કરી રહી છે. દરમિયાન, BSNL દ્વારા એક એવો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે જેણે Jio, Airtel અને Viની સમસ્યાઓમાં વધારો કર્યો છે.
2 / 5
ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL પાસે લાંબી માન્યતા સાથે ઘણા સસ્તા પ્લાન છે. પરંતુ ગ્રાહકોને રાહત આપવા માટે કંપનીએ વધુ એક પ્લાન લાવ્યો છે. જો તમે વારંવારના ખર્ચાળ અને ટૂંકા ગાળાના પ્લાનથી કંટાળી ગયા છો, તો તમે BSNLના 300 દિવસના પ્લાન તરફ જઈ શકો છો. આવો અમે તમને આ પ્લાન વિશે વિગતવાર જણાવીએ.
3 / 5
તમને જણાવી દઈએ કે BSNL પાસે તેના ગ્રાહકો માટે 800 રૂપિયાથી ઓછી કિંમતનો એક શાનદાર પ્રીપેડ પ્લાન છે. BSNL એ તેની યાદીમાં કરોડો વપરાશકર્તાઓ માટે રૂ. 797 નો આકર્ષક રિચાર્જ પ્લાન ઉમેર્યો છે. આ રિચાર્જ પ્લાન સાથે, આ રિચાર્જ પ્લાનથી તમને 300 દિવસ સુધી રિચાર્જની ઝંઝટ નહીં રહે. આ પ્લાન એવા યુઝર્સ માટે બેસ્ટ ઓપ્શન છે જેઓ ઓછા ખર્ચે સિમને લાંબા સમય સુધી એક્ટિવ રાખવા માગે છે. ત્યારે આ પ્લાન માટે રોજનો ખર્ચો માત્ર 2 રુપિયા થશે અને આ પ્લાનમાં તમને 300 દિવસ સુધીનું રિચાર્જ મળશે
4 / 5
તમને જણાવી દઈએ કે BSNLના આ રિચાર્જ પ્લાનમાં ઉપલબ્ધ લાભો માત્ર પ્રથમ 60 દિવસ માટે જ માન્ય રહેશે. મતલબ કે તમે 60 દિવસ સુધી કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કૉલિંગ કરી શકો છો. 60 દિવસ પછી તમે ટોપ પ્લાન લઈને કૉલ કરી શકો છો. આ સિવાય પ્લાનમાં તમને ડેટા બેનિફિટ્સ પણ મળે છે. પ્લાનમાં તમને 60 દિવસ માટે દરરોજ 2GB ડેટા મળે છે. એટલે કે તમે 120GB ડેટાનો ઉપયોગ કરી શકો છો.
5 / 5
ફ્રી કોલિંગ અને ડેટાની સાથે તમને દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે. 60 દિવસ પછી તમારે કૉલિંગ અને SMS માટે વધારાના ચાર્જ ચૂકવવા પડશે. ઇન્ટરનેટ ડેટાની વાત કરીએ તો તમે તેનો 300 દિવસ સુધી ઉપયોગ કરી શકશો. 60 દિવસ પછી તમને 40kbpsની ડેટા સ્પીડ મળશે. જો તમને વધુ ડેટાની જરૂર હોય તો તમે કંપનીના 1198 રૂપિયાના પ્લાનમાં જઈ શકો છો. આમાં તમને એક મહિના માટે 3GB ડેટા આપવામાં આવે છે.