
BSNLનો આ પ્લાન ખાસ છે કારણ કે ગ્રાહકનો હાઈ સ્પીડ ડેટા ખતમ થઈ જાય તો પણ તેને 40Kbpsની સ્પીડથી ઈન્ટરનેટ સેવા મળતી રહે છે. આનો અર્થ એ છે કે ગ્રાહકોનો પ્રાથમિક ડેટા સમાપ્ત થઈ જાય તો પણ તેઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે. આ ફીચર સાથે યુઝર્સ સોશિયલ મીડિયા, મેસેજિંગ એપ્સ અને અન્ય ઓનલાઈન સેવાઓનો ઉપયોગ ચાલુ રાખી શકે છે. કોઈપણ OTT પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન આ પ્લાનમાં સામેલ નથી.

આ રૂ. 1,515ના પ્લાનની માસિક કિંમત લગભગ રૂ. 126 છે, જે એક વર્ષ માટે અમર્યાદિત કોલ્સ, SMS અને 720GB ડેટા મળી રહ્યો છે જે અન્ય કંપનીઓની સરખામણીમાં ઘણો સસ્તો છે અને વધારે ડેટા સાથે મળી રહ્યો છે.