Gujarati NewsPhoto galleryBritain historical india club in london closed 17th september 2023 related to indian independence struggle
London News : લંડનનું ઐતિહાસિક ‘ઈન્ડિયા ક્લબ’ ઈતિહાસ બની ગયું, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું હતુ પ્રતિક
ઈન્ડિયા ક્લબ બ્રિટનની શરૂઆતની ભારતીય રેસ્ટોરન્ટ્સમાંની એક હતી અને બાદમાં બ્રિટિશ દક્ષિણ એશિયાઈ સમુદાયનું કેન્દ્ર બન્યું હતુ. ક્લબના મેનેજર ફિરોઝા માર્કર કહે છે, જ્યારે લોકોને ખબર પડી કે અમે 17 સપ્ટેમ્બરે બંધ કરી રહ્યા છીએ, ત્યારે અહીં લોકોનો ધસારો જોવા મળ્યો. તેમણે કહ્યું કે અમે તેને અહીં બંધ કરી રહ્યા છીએ, પરંતુ નજીકમાં એક નવી જગ્યા શોધી રહ્યા છીએ જ્યાં અમે ઇન્ડિયા ક્લબને શિફ્ટ કરી શકીએ.
પારસી મૂળના યાદગાર માર્કર તેમની પત્ની ફ્રેની અને પુત્રી ફિરોઝા સાથે આ રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમણે 1997માં આ રેસ્ટોરન્ટના માલિકી હક્કો મેળવ્યા હતા.
5 / 5
તે સમયે ઈન્ડિયા ક્લબની હાલત ખૂબ જ ખરાબ હતી. માર્કર પરિવારે 'સેવ ઈન્ડિયા ક્લબ' ઝુંબેશ શરૂ કરી હતી, અને થોડા વર્ષો પહેલા બિલ્ડિંગને આંશિક ધ્વંસથી બચાવવા માટે પ્રારંભિક યુદ્ધ જીત્યું હતુ. તે સમય દરમિયાન, તેમને મકાનમાલિકો દ્વારા અત્યાધુનિક હોટેલ માટે રસ્તો બનાવવા માટે નોટિસ આપવામાં આવી હતી.