
સોના-ચાંદીના ઘરેણા ખરીદવા લોકો માટે બેસ્ટ શોપિંગ હોય છે. કેટલીક વખત લગ્ન માટે ઘરેણા ખરીદવા લોકો જતા હોય છે. તો ક્યારેક ધનતેરસ જેવા તહેવારો પણ સોના-ચાંદીના ઘરેણા ખરીદતા હોય છે. કેટલાક લોકો ભવિષ્યમાં રોકાણ કરવા માટે સોનું ખરીદતા હોય છે.

આ બધાની વચ્ચે શું તમે જાણો છો. કે, સોનાની દુકાનમાંથી ખરીદેલા ઘરેણા કેમ ગુલાબી રંગ કાગળમાં આપવામાં આવે છે. તેની પાછળ કારણ શું છે. ચાલો જાણીએ.

જ્યારે જ્વેલરીની દુકાને તમે સોના -ચાંદીના ઘરેણા ખરીદવા જાવ છો. તો સામાન્ય રીતે એક ડબ્બામાં રાખીને આપવામાં આવે છે. કેટલીક વખત દુકાન પર રહેલા ડબ્બાનો રંગ ગુલાબી હોય છે. ગુલાબી રંગના કાગળમાં લપેટી સોનાના ઘરેણા આપે છે.

આની પાછળ કોઈ ખાસ નિયમ નથી. ગુલાબી કાગળમાં ઘરેણા આપવાનો કોઈ નિયમ નથી. આ સાથે કોઈ નિયમ એવો પણ નથી કે, જેના હેઠળ સોની આ રંગના કાગળનો ઉપયોગ કરે.

ગુલાબી રંગના કાગળમાં ઘરેણાનું પેકિંગ આકર્ષક લાગે છે. ખાસ કરીને સોનાના પીળા રંગ અને ચાંદીની ચમક સાથે ગુલાબી રંગ સારો લાગે છે. આ સિવાય ઘરેણાને કાગળમાં લપેટી રાખવાથી ડબ્બામાં પેક રાખવાથી તેમાં કોઈ સ્ક્રેચ થતાં નથી.

પ્રાચીન માન્યતાઓ અનુસાર, સોનું દેવી લક્ષ્મી સાથે સંકળાયેલ ધાતુ છે. ગુલાબી અને લાલ રંગને શુભ રંગો માનવામાં આવે છે અને તે સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. આ કારણોસર, ગુલાબી કાગળને ખરાબ નજર સામે રક્ષણનું પ્રતીક પણ માનવામાં આવે છે. આવા કાગળમાં લપેટાયેલું સોનું શુભ અને સલામત માનવામાં આવે છે.