
Met Gala 2026 : દુનિયાની સૌથી મોટી ફેશન ઈવેન્ટ મેટ ગાલા 2026નું આયોજન મેના પહેલા સોમવારે કરવામાં આવશે. આ વખતે 4 મેના રોજ આ ઈવેન્ટની શરુઆત થવા જઈ રહી છે. ઈન્ડિયામાં તમે 5 મેના રોજ આ ગ્રાન્ડ ઈવેન્ટ જોઈ શકશો.

દુનિયાની સૌથી મોટી ફેશન ઈવેન્ટ મેટ ગાલા 2026ની વાત કરવામાં આવે તો. આ ઈવેન્ટની શરુઆત ન્યુયોર્ક સિટીમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં થશે. દુનિયાભરના સ્ટાર આ ઈવેન્ટમાં ભાગ લેશે.

મીડિયા રિપોર્ટની વાત માનીએ તો મેટ ગાલા 2026માં બોલિવુડના અનેક સેલિબ્રિટી ઈવેન્ટના રેડ કાર્પેટ પર પોતાનો સ્ટાઈલિશ લુક અને આઉટફિટ સાથે પોતાનો જલવો દેખાડશે.

મેટ ગાલાની વાત કરીએ તો આ ઈવેન્ટમાં દર વર્ષે અનેક બોલિવુડ સ્ટાર જોવા મળે છે. આ વર્ષે પણ આવું જ થશે. ડેબ્યુની વાત આવે તો આ વખતે ફિલ્મમેકર કરણ જોહર આ ઈવેન્ટમાં ડેબ્યુ કરશે.

એવી પણ જાણકારી સામે આવી રહી છે કે, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ,પ્રિયંકા ચોપરા,આલિયા ભટ્ટ,કિયારા અડવાણી,ઈશા અંબાણી,નતાશા પૂનાવાલા,મનીષ મલ્હોત્રા સહિત અનેક સ્ટાર આ ઈવેન્ટમાં સામેલ થઈ શકે છે.

મેટ ગાલાની દર વર્ષે અલગ-અલગ થીમ હોય છે. આ વખતે આ ઈવેન્ટમાં કોસ્ચ્યુમ આર્ટ થીમ પસંદ કરી છે. આ સાથે સેલિબ્રિટી માટે ફેશન ઈઝ આર્ટ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.

મેટ ગાલા 2026 રેડ કાર્પેટ ઇવેન્ટનું લાઇવ-સ્ટ્રીમિંગ 4 મે, સોમવારના રોજ સાંજે 6:00 વાગ્યેથી શરૂ થશે. ભારતમાં 5 મેના રોજ 3:30 વાગ્યે આ ઈવેન્ટ જોઈ શકો છો. તે પીકોક, હુલુ + લાઇવ ટીવી અને ડાયરેક્ટ ટીવી જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર જોઈ શકો છે.

ભારતીય ચાહકો 5 મેથી વોગની યુટ્યુબ ચેનલ પર ઇવેન્ટના રેડ કાર્પેટનું લાઇવ સ્ટ્રીમિંગ પણ જોઈ શકે છે.