
દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં બુધવારની સાંજે 2 મોટા ભૂકંપથી ભારે તબાહી મચી હતી. બંન્ને ભૂકંપો વચ્ચે માત્ર 39 સેકન્ડનું અંતર હતુ. પહેલો ભૂકંપ 7.2ની તીવ્રતાનો હતો તેમજ કેન્દ્રની રાજધાની કરાકાસથી અંદાજે 20 કિમી દુર કારાબોબો રાજ્યમાં હતુ. થોડી જ સેકન્ડમાં 7.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો.

યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, આ 126 વર્ષમાં વેનેઝુએલામાં આવેલો સૌથી મોટો ભૂકંપ છે. અગાઉનો સૌથી મોટો ભૂકંપ 1900માં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ હતો.

યુએસજીએસે ચેતવણી આપી છે કે, આ ભૂકંપથી નોંધપાત્ર જાનહાનિ થઈ શકે છે. એજન્સીનો અંદાજ છે કે 10,000થી વધુ લોકોના મોતની સંભાવના 44% છે, જ્યારે100,000થી વધુ લોકોના મોતની સંભાવના 30% છે.

રાજધાની કરાકાસમાં ભૂકંપના ઝટકાધી ઈમારતો ધરાશાય થઈ છે. પેટ્રોલની સપ્લાઈ પ્રભાવિત થઈ છે. તો કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયા છે.

ગૃહ મંત્રી ડિઓસદાદો કાબેલે સરકારી ટીવી પર જણાવ્યું કે, અનેક ઘરો અને બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. રાહત અને બચાવ કાર્ય ચાલું છે.

વેનેઝુએલામાં બે મોટા ભૂકંપથી ભારે નુકસાન થયું છે, જે એક સદીના સૌથી ગંભીર માનવામાં આવે છે.